<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ભારતીય પાસપોર્ટ બન્‍યો વધુ શક્‍તિશાળી, હવે ૫૫ દેશોમાં મળશે વિઝા-ફ્રી એન્‍ટ્રી

સિંગાપુરનો પાસપોર્ટ દુનિયામાં સૌથી વધારે શક્‍તિશાળી :સિંગાપુરના નાગરિકો ૧૯૨ દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૫: વિશ્વમાં જેટલા દેશો આવેલા છે તેમાં કયાં દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ Henley Passport Index ૨૦૨૬ અનુસાર ભારતીય પાસપોર્ટની તાકાત વધી છે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષે પણ એશિયાના દેશોના પાસપોર્ટની તાકાત વધી છે.

વિગતે જોઈએ તો સિંગાપુરનો પાસપોર્ટ દુનિયામાં સૌથી વધારે શક્‍તિશાળી છે. સિંગાપુરના નાગરિકો ૧૯૨ દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. આ યાદીમાં જાપાન અને ઉત્તર કોરિયા બીજા નંબરે આવે છે, ત્‍યાર બાદ ૧૮૮ દેશો સાથે યુએઈ પાંચમા સ્‍થાને આવે છે.

ભારતની વાત કરવામાં આવે ભારત ૫ ક્રમ ઉપર ચડીને ૮૦મા ક્રમે પહોંચી ગયો છે, જ્‍યાં આલ્‍જીરિયા સાથે સમાન સ્‍થાન હવે ભારતીય નાગરિકો ૫૫ દેશોમાં વિઝાપ્રફ્રી, વીઝા ઑન અરાઈવલ દ્વારા પ્રવાસ કરી શકે છે. ૨૦૨૫માં ભારત ૮૫મા સ્‍થાને હતું. જેમાં સુધારો આવ્‍યો છે.

આ સુધારાથી ભારતીયોને એશિયા, આફ્રિકા, ઓશનિયા, કેરેબિયન અને મધ્‍ય પૂર્વમાં સરળતા મળશે. વિઝા-ફ્રી દેશોમાં થાઈલેન્‍ડ, મલેશિયા, મોરિશસ, નેપાળ, બાર્બાડોસ, ફિજી, સેન્‍ટ વિન્‍સેન્‍ટ એન્‍ડ ગ્રેનેડાઈન્‍ઝનો સમાવેશ થાય છે. જ્‍યારે વીઝા ઑન અરાઈવલ/ ETAમાં ઇન્‍ડોનેશિયા, માલદીવ, શ્રીલંકા, કેન્‍યા, જોર્ડન, ફિલિપાઈન્‍સનો સમાવેશ થાય છે.

ટોપ ૧૦માં કયાં દેશોનો સમાવેશ?

Henley Passport Index ૨૦૨૬ પ્રમાણે ટોપ ૧૦માં સિંગાપુર, જાપાન, ઉત્તર કોરિયા, ડેનમાર્ક, લક્‍ઝમબર્ગ, સ્‍પેન, સ્‍વીડન, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, ઑસ્‍ટ્રિયા, બેલ્‍જિયમ અને ફિનલેન્‍ડનું નામ આવે છે. આ સાથે ફ્રાન્‍સ, જર્મની, ગ્રીસ, આયર્લેન્‍ડ, ઇટાલી, નેધરલેન્‍ડ્‍સ, નોર્વે, હંગેરી, પોર્ટુગલ, સ્‍લોવાકિયા, સ્‍લોવેનિયા પણ Henley Passport Indexમાં ટોપ પરના દેશો છે.

ભારતીય પ્રવાસીઓને લાભ

મૂળ વાત એ છે કે, આ અહેવાલ પરથી એવું સ્‍પષ્ટ થાય છે કે ભારતના પાસપોર્ટની મજબૂતાઈ ધીમે ધીમે વધી રહી છે અને ભવિષ્‍યમાં ભારતીયો માટે આંતરરાષ્‍ટ્રીય મુસાફરી સરળ બની શકે છે.

૮૫મા રેન્‍ક પરથી ભારત ૮૦મા ક્રમે આવ્‍યું છે. આ રિપોર્ટ પ્રમાણે આગામી સમયમાં ભારતીય નાગિરકો માટે વેપાર, પર્યટન અને શિક્ષણ માટે લાભદાયી થઈ શકે છે. આ સાથે ભારતીય નાગરિકો માટે આંતરરાષ્‍ટ્રીય પ્રવાસ વધુ સરળ બની શકે છે.

(10:44 AM IST)