News of Thursday, 15th January 2026
ગીરનાર ઠરી ગયો ર.પ ડીગ્રી ઠંડીઃ અમરેલી ૬, જુનાગઢ ૭.૮, પોરબંદરમાં ૮.૯ ડીગ્રી
કચ્છના નલીયા કરતા અન્ય શહેરોમાં લઘુતમ તાપમાનના પારો નીચોઃ નલીયામાં ૯.૬ ડીગ્રી

રાજકોટ તા. ૧પ :.. આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર બરકરાર છે સૌ કોઇ ઠંડીથી ધ્રુજી રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને ઠંડીની ભારે અસર અનુભવાઇ રહી છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર વધુ રહેતા કડકડકતી ઠંડી સાથે શિયાળાનો માહોલ જામેલો જોવા મળે છે.
જો કે બપોરના સમયે ઠંડીની અસર ઘટી જતા હુંફાળુ વાતાવરણ અનુભવાય રહ્યું છે. અને ફરી સાંજે સૂર્યાસ્ત થતા ઠંડીની અસર વધવા લાગે છે.
આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગીરનાર ઉપર ર.પ, અમરેલી ૬, જુનાગઢ ૭.પ, પોરબંદર ૮.૯, રાજકોટ ૮.૪, જામનગરમાં ૧૦ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં એક સાથે ૪ ડિગ્રી ઠંડી વધતા જનજીવનને ભારે અસર થઈ હતી. ગિરનાર પર્વત ઉપર સવારનું તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાતા સમગ્ર પર્વત વિસ્તાર માં કાતિલ ઠંડીનું મોઢું ફરી વળ્યું હતું.
ગઈકાલે ઉતરાયણના દિવસે સવારે ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે પારો ૩.૯ ડિગ્રી નીચે ઉતરીને ૨.૫ ડિગ્રીએ સ્થિર થતા ગિરનાર પર્વત ટાઢો બોળ થઈ ગયો હતો અને ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો સહિતના લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
આજે સવારે ગિરનાર પર્વત પર નોંધાયેલું ૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન સિઝનનું સૌથી નીચું હોવાનું જણાવ્યું હતું. ગિરનાર પર આજની કાતિલ ઠંડીના કારણે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું.
ગિરનારની સાથે સાથે જુનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૩.૯ ડિગ્રી નીચે આવીને ૭.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ એકાએક ઠંડી વધતા વહેલી સવારે કફર્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતા લોકોને કાતિલ ધારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિલોમીટરની રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૦, મહત્તમ તાપમાન રપ.પ, ભેજ ૬૩ ટકા, પવનની ગતિ ૩.પ કિ. મી. રહી હતી. (પ-૧૧)

(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
