News of Thursday, 15th January 2026
નેચર મેગેઝીનનો અહેવાલઃ વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો
ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું : જે બિલકુલ નેચરલ છેઃ આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે!

મુંબઈઃ વિશ્વવિખ્યાત સાયન્સ જર્નલ ‘નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વાંદરાઓ અને અન્ય પ્રાઈમેટ પ્રજાતિઓમાં સમાન લિગ વચ્ચેના જાતીય સંબંધો સામાન્ય બાબત છે. સંશોધકોએ માનવી સિવાયની ૫૯ પ્રાઈમેટ પ્રજાતિઓમાં સમલૈંગિક વર્તનના ઉદાહરણો નોંધ્યા છે.
ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું
ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ વિન્સેન્ટ સાવોલેઈનેનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઘણા લોકો સમલૈંગિક વર્તનને માત્ર એક અકસ્માત કે દુર્લભ ઘટના માનતા હતા, પરંતુ વાસ્તવમાં તે પ્રાઈમેટ્સના સામાન્ય સામાજિક જીવનનો એક ભાગ છે. કઠોર વાતાવરણ, શિકારીઓનો ડર અને જટિલ સામાજિક વ્યવસ્થાને કારણે આ પ્રજાતિઓમાં આવા વર્તનો વિકસ્યા હોઈ શકે છે, જે તેમના લાંબા ગાળાના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે.
બ્રિટનમાં આક્રમક ગણાતી ગ્રે ખિસકોલીઓની વસ્તી નિયંત્રણ માટે ગર્ભનિરોધકનો ઉપયોગઃ ખાસ પ્રકારના ફીડર બોક્સમાં ગર્ભનિરોધક દવા યુક્ત હેઝલનટ બટર (માખણ) મૂકવામાં આવશે
યુનાઈટેડ કિગડમમાં આક્રમક ગણાતી 'ગ્રે સ્કિસકોલી' (ગ્રે સ્ક્વિરલ્સ)ની વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે લગભગ ૫ મિલિયન પાઉન્ડ (અંદાજે ૬.૬ મિલિયન ડોલર)નો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ પ્રકારના ફીડર બોક્સમાં ગર્ભનિરોધક દવા યુક્ત હેઝલનટ બટર (માખણ) મૂકવામાં આવશે.
સંશોધકોએ આ માટે એક એવું પ્રોટોટાઈપ ફીડર તૈયાર કર્યું છે જે ભારે વજન ધરાવતી ગ્રે ખિસકોલીઓને અંદર પ્રવેશવા દેશે, પરંતુ નાની અને હળવી લાલ ખિસકોલીઓને તેનાથી સુરક્ષિત રાખશે.
આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લાલ ખિસકોલીઓને બચાવવાનો છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો ખિસકોલીઓને મારી નાખવા કરતા આ પદ્ધતિ વધુ અસરકારક અને સસ્તી સાબિત થઈ શકે છે.
પક્ષીઓની ઉત્ક્રાંતિનો ઈતિહાસ નવેસરથી લખાશે? નવા અવશેષોએ સાબિત કર્યું છે કે તે સમયે 'આર્કિયોપ્ટેરિક્સ' એકલું નહોતું. 'બામિનોર્નિસ' નામના જીવના અવશેષો મળ્યા છે, જે જુરાસિક યુગમાં પૃથ્વી પર ચાલતું અને ઉડતું પણ હર્તું
એક સદીથી પણ વધુ સમય સુધી, ‘આર્કિયોપ્ટેરિક્સ'ને પક્ષીઓનો સૌથી જૂનો અને જુરાસિક કાળનો એકમાત્ર પક્ષી વંશ માનવામાં આવતો હતો. પરંતુ ગયા વર્ષે શોધાયેલા નવા અવશેષોએ સાબિત કર્યું છે કે તે સમયે 'આર્કિયોપ્ટેરિક્સ' એકલું નહોતું. 'બામિનોર્નિસ' નામના જીવના અવશેષો મળ્યા છે, જે જુરાસિક યુગમાં પૃથ્વી પર ચાલતું અને ઉડતું પણ હતું.
સંશોધકોનું માનવું છે કે આ બંને પક્ષી વંશો એટલા અલગ છે કે પ્રથમ પક્ષીનો ઉદ્વવ કદાચ આ બંને કરતા પણ પહેલા થયો હોવો જોઈએ. શિકાગોના ફિલ્ડ મ્યુઝિયમમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટની મદદથી આર્કિયોપ્ટેરિક્સના હાડકાં સાથે સચવાયેલા નરમ પેશીઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે પક્ષીઓ ક્યારે અને કેવી રીતે વિકસિત થયા તેના પર નવો પ્રકાશ ફેંકે છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
