News of Thursday, 15th January 2026
અમિતભાઇએ અમદાવાદમાં ઉજવી મકરસંક્રાંતઃ જગન્નાથ મંદિરે દર્શન કર્યા-ગૌ પૂજન

અમદાવાદઃ અમિતભાઇ શાહે દર વર્ષની પરંપરા મુજબ મકરસંક્રાતની અમદાવાદ ખાતે ઉજવણી કરી હતી. સૌ પ્રથમ તેમણે જગન્નાથ મંદિર ખાતે દર્શન-પૂજન કરી ગૌશાળા ખાતે ગૌ સેવા-પૂજા કરી હતી. અમિતભાઇએ નવા વાડજ સ્થિત અભિષેક એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવવાની મજા માણી હતી. આ દરમિયાન તેમણે સ્થાનીક રહેવાસીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
