<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

હવે કેરલાનું થશે કેરલમ

લેફ્‌ટ ડેમોક્રૅટિક ફ્રન્‍ટ દ્વારા રાજ્‍યનું નામ બદલવાના પ્રસ્‍તાવને BJPએ આપ્‍યું સમર્થન

કોચી, તા.૧૫: કેરલાની લેફ્‌ટ ડેમોક્રૅટિક ફ્રન્‍ટ સરકારના રાજ્‍યનું નામ કેરલામાંથી બદલીને કેરલમ કરવાના પ્રસ્‍તાવને BJPએ સમર્થન આપ્‍યું છે. એ માટે BJPના કેરલાના અધ્‍યક્ષ રાજીવ ચંદ્રશેખરે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને મુખ્‍ય પ્રધાન પિનરાઈ વિજયનને પત્ર લખીને કહ્યું છે કે ‘કેરલમ' એ ભાષાની સંસ્‍કળતિ અને હજારો વર્ષની વિરાસતનું પ્રતિનિધિત્‍વ કરે છે. નામ બદલવાથી જે લોકો ધર્મના આધાર પર રાજ્‍યને અલગ-અલગ જિલ્લાઓમાં વહેંચવાની માગણી કરી રહ્યા છે તેમના પ્રયાસો પર લગામ તણાશે. રાજ્‍ય વિધાનસભાએ સત્તાવાર રીતે રાજ્‍યનું નામ કેરલામાંથી કેરલમ કરવાનો ખરડો પાસ કર્યો છે.

(3:47 PM IST)