News of Thursday, 15th January 2026
અમદાવાદમાં અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યની સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન

અમદાવાદ તા.૧૫ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદના પાલડીમાં ટાગોર હોલમાં વિમોચન સમારોહ યોજાયો છે. ટાગોર હોલમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી વિમોચન સમારોહમાં અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સમારોહનું ઉદ્ધાટન કર્યું છે.
આદિ શંકરાચાર્યની સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કર્યું
ટાગોર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અમિતભાઈ શાહે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યની સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કર્યું હતું. અમિતભાઈ શાહ ત્રણ દિવસથી રાજ્યની મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણીમાં પણ જોડાયા
ગઇકાલે તેઓ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અમિતભાઈ શાહ નારણપુરા સ્થિત અર્જુન ગ્રીન્સ એપાર્ટમેન્ટના ધાબે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પતંગની ડોર હાથમાં પકડીને આકાશમાં પેચ લડાવ્યા હતા. વર્ષોથી નારણપુરા સાથે જોડાયેલા હોવાથી તેઓ અહીંના લોકો અને કાર્યકરો સાથે ખૂબ જ સહજતાથી ભળી ગયા હતા અને 'કાપ્યો' છે' ના નાદ સાથે ઉત્તરાયણની પતંગબાજીનો આનંદ માણ્યો હતો. આ પહેલા તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પણ ગયા હતા અને ભગવાન જગન્નાથજી સમક્ષ પોતાનું શિશ નમાવ્યું હતું..
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
