News of Thursday, 15th January 2026
સુપ્રીમ કોર્ટની મમતા સરકારને લાલબત્તી: "જો અમે દખલ નહીં કરીએ તો અરાજકતા ફેલાશે
પશ્ચિમ બંગાળમાં ઈડીની કામગીરીમાં અવરોધ અને આઈ-પેક દરોડાના મુદ્દે સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી અને પોલીસને નોટિસ ફટકારી.

પશ્ચિમ બંગાળમાં આઈ-પેક (I-PAC) પરના દરોડા દરમિયાન ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ના અધિકારીઓને અટકાવવા અને પુરાવા જપ્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. ઈડીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓને સીબીઆઈ તપાસની માંગણી અંગે નોટિસ જારી કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "જો અમે અત્યારે હસ્તક્ષેપ નહીં કરીએ તો ત્યાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહેશે નહીં અને અરાજકતા ફેલાઈ જશે."
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
