<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ન્યાયિક અધિકારીઓ સામેની ફરિયાદો આરટીઆઈ હેઠળ જાહેર કરી શકાય નહીં: હાઈકોર્ટ

જાહેર હિત સાથે કોઈ સીધો સંબંધ નથી, તેથી તેને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવી જોઈએ.

છત્તીસગઢ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે આવી માહિતી જાહેર કરવી એ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાશે.
છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક અધિકારીઓ (જજ) વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો અને તેની તપાસની વિગતો માહિતી અધિકાર કાયદા (આરટીઆઈ) હેઠળ જાહેર કરી શકાતી નથી. કોર્ટે નોંધ્યું હતું કે આ પ્રકારની માહિતી વ્યક્તિગત હોય છે અને તેને જાહેર હિત સાથે કોઈ સીધો સંબંધ નથી, તેથી તેને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવી જોઈએ.


 

(10:00 PM IST)