ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Thursday, 15th January 2026
સુપ્રીમ કોર્ટની લાલ આંખ: પ્રચાર માટે કરાતી અરજીઓ સામે કડક વલણ, બિહાર ચૂંટણી અંગેની અરજી ફગાવી
જસ્ટિસ સૂર્ય કાન્તની આગેવાની હેઠળની બેન્ચે બિહાર ચૂંટણીને પડકારતી અરજીને માત્ર પ્રસિદ્ધિ મેળવવાનું સાધન ગણાવીને અરજદારને ચીમકી આપી

નવી દિલ્હી : જસ્ટિસ સૂર્ય કાન્તની આગેવાની હેઠળની બેન્ચે બિહાર ચૂંટણીને પડકારતી અરજીને માત્ર પ્રસિદ્ધિ મેળવવાનું સાધન ગણાવીને અરજદારને ચીમકી આપી છે.
સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભાની ચૂંટણીને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી દરમિયાન આકરા તેવર બતાવ્યા હતા. જસ્ટિસ સૂર્ય કાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજીને "પ્રસિદ્ધિ પ્રેરિત અને વ્યર્થ" ગણાવી હતી. ચીફ જસ્ટિસે અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જો તમે આવી વ્યર્થ અરજીઓ દાખલ કરવામાં નિપુણતા મેળવી લેશો, તો અમારે પણ એ જાણવું પડશે કે તમે કેટલો દંડ ભરી શકો છો." કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયતંત્રનો સમય બગાડતી આવી અરજીઓ ચલાવી લેવામાં આવશે નહીં.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
