<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પાકિસ્તાનમાં ૧૩ આતંકીઓ ઠાર: ઈરાનમાં ૮૦૦ ફાંસી રોકાઈ હોવાનો અમેરિકાનો દાવો: ટર્કિશ એરલાઈન્સમાં બોમ્બની અફવાને પગલે બાર્સેલોનામાં ઈમરજન્સી લેન્ડિંગ: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેર (કોલ્ડ વેવ) નું એલર્ટ

દેશ-વિદેશના અન્ય મહત્વના સમાચારોમાં, પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૧૩ આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

 

બીજી તરફ, વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે કે ઈરાનમાં ૮૦૦ ફાંસીની સજાઓને રોકવામાં આવી છે. 

 

હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેર (કોલ્ડ વેવ) નું એલર્ટ જારી કર્યું છે. 

 

આ ઉપરાંત, બોમ્બ હોવાની અફવા ફેલાતા ટર્કિશ એરલાઈન્સના વિમાનનું બાર્સેલોનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

(9:50 AM IST)