News of Friday, 16th January 2026
લશ્કર-એ-તૈયબાના કમાન્ડરની કબૂલાત: ભારતના 'ઓપરેશન સિંદૂર'થી આતંકીઓમાં ફફડાટ, કહ્યું- અમે માંડ બચ્યા છીએ

નવીદિલ્હી: ભારતીય સેનાની કાર્યવાહીનો ડર પાકિસ્તાન સ્થિત આતંકીઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, લશ્કરના ટોચના કમાન્ડરે ભારતીય હુમલાની તીવ્રતા સ્વીકારી છે.
લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલું 'ઓપરેશન સિંદૂર' એક મોટો અને ઘાતક હુમલો હતો. તેણે જણાવ્યું હતું કે આ હુમલામાં તેઓ માત્ર "અલ્લાહની કૃપા" થી જ બચી શક્યા છે.
આ કબૂલાત ભારતીય સુરક્ષા દળોની સચોટ અને અસરકારક કાર્યવાહીની સાબિતી આપે છે. જોકે, આ ઓપરેશન ક્યારે અને ક્યાં થયું હતું તેની વધુ સત્તાવાર વિગતો સેના તરફથી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આતંકીઓના નિવેદનથી સરહદ પાર થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાય છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
