<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

નાસિકમાં બીજેપી બહુમતીની નજીક

શિવસેના સિંદે જૂથ બીજા અને ઉધ્‍ધવ જૂથ ત્રીજા નંબર પર

મુંબઈ, તા.૧૬: નાસિકના વલણો દર્શાવે છે કે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવાની નજીક છે. નાસિક મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના વલણો દર્શાવે છે કે ભાજપ ૫૭ બેઠકો પર આગળ છે. શિવસેના-શિંદે જૂથ બીજા સ્‍થાને છે, અને ઉદ્ધવ જૂથ ત્રીજા સ્‍થાને છે. નાસિકમાં આ લખાય છે ત્‍યાં સુધીમાં કુલ ૧૨૨ બેઠકોમાંથી ૬૦ પર બીજેપી આગળ છે. તેમજ MVA ને ૧૬ બેઠકો મળી છે. તેમજ શિવસેનાને ૩૭ બેઠકો મળી છે.

ભાજપ છેલ્લી બે ચૂંટણીઓ જીત્‍યું છે. નાસિકમાં બે ટર્મ માટે ભાજપના મેયર રહ્યા છે. મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં વિવિધ પક્ષો વચ્‍ચે નજીકની સ્‍પર્ધા જોવા મળી રહી છે. 

(3:41 PM IST)