News of Friday, 16th January 2026
નાગપુરમાં બીજેપીની ‘સેન્ચુરી'
૧૫ વર્ષ પછી પણ બીજેપીનો દબદબો

મુંબઈ, તા.૧૬: નાગપુર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ગળહનગર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્ય મથક પણ આ શહેરમાં છે, જેના કારણે સમગ્ર દેશની નજર નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પર છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના વલણોમાં ભાજપ નોંધપાત્ર લીડ જાળવી રહ્યું છે, જ્યારે વિરોધ પક્ષો સંપૂર્ણપણે હારેલા દેખાય છે.
નાગપુરમાં તમામ બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે. જેમાં ૧૫૧માંથી ભાજપને ૧૧૩ બેઠક પર લીડ મળી છે. જ્યારે કોંગ્રેસને ૩૦ બેઠક પર, શિવસેના યુબીટી અને એનસીપીને ૧-૧ બેઠક પર લીડ મળી છે. જ્યારે અન્યોના ખાતામાં ૬ બેઠક આવી છે. નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો કુર્લા વેસ્ટ બેઠક પર પરાજય, તેઓ ૧૬૫ વોર્ડ નંબરની બેઠક પરથી ચૂંટણી લડ્ય હતા. તેમને એનસીપી અજિત પવારે ઉમેદવાર બનાવ્યા હતા.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
