News of Friday, 16th January 2026
મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) ચૂંટણીના વલણોમાં ભાજપ ગઠબંધન આગળ; શિવસેના (ઉદ્ધવ જૂથ) ૯૧ બેઠકો પર જ્યારે ભાજપ - શિવસેના શિંદે યુતિ ૧૧૮ બેઠકો પર આગળ
ચૂંટણી પરિણામો મહારાષ્ટ્રના રાજકારણ માટે અત્યંત મહત્વના સાબિત થશે:ભાજપ અને તેના સાથી પક્ષોનું ગઠબંધન મજબૂત સ્થિતિમાં

મુંબઈ : દેશની સૌથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતી બીએમસીની ચૂંટણીના પ્રારંભિક વલણો અને અહેવાલો મુજબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના સાથી પક્ષોનું ગઠબંધન મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત આંકડાઓ મુજબ, ભાજપ ગઠબંધન ૧૧૮ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જે સ્પષ્ટ બહુમતી તરફનો ઈશારો કરે છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) ૯૧ બેઠકો પર આગળ છે.
આ ચૂંટણી પરિણામો મહારાષ્ટ્રના રાજકારણ માટે અત્યંત મહત્વના સાબિત થશે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
