ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ઈરાન પર સૈન્ય હુમલો ન કરવાનો નિર્ણય કોઈના દબાણમાં નહીં પરંતુ સ્વયં લીધો છે:
અમેરિકા હાલ તેના સાથી દેશો સાથે પરામર્શ કરી રહ્યું છે કે ઈરાન સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરવી જેથી ત્યાંની શાસન વ્યવસ્થા પર તેની અસરકારક અસર પડે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે ઈરાને ૮૦૦ જેટલી ફાંસીની સજાઓ રદ કરતા તેમણે સૈન્ય કાર્યવાહી માંડી વાળવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તૈયારી માટે સમય માંગ્યો છે અને મોસાદના વડા અમેરિકા પહોંચ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં એક નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ઈરાન પર સૈન્ય હુમલો ન કરવાનો નિર્ણય કોઈના દબાણમાં નહીં પરંતુ સ્વયં લીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા આગલા દિવસે ૮૦૦ જેટલા લોકોને ફાંસી આપવાનું આયોજન હતું, પરંતુ તેમણે તે તમામ ફાંસીઓ રદ કરી દીધી હતી. આ ઘટનાની ટ્રમ્પ પર મોટી અસર થઈ હતી અને તેમણે હુમલો ન કરવાનો નિર્ણય કર્યો.
બીજી તરફ, વ્હાઇટ હાઉસના આંતરિક સૂત્રો અને અહેવાલો મુજબ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે ઈરાનના સંભવિત વળતા હુમલા સામે ઈઝરાયેલને તૈયાર કરવા માટે થોડો સમય માંગ્યો હતો. ઈઝરાયેલના ગુપ્તચર વિભાગ મોસાદના વડા ડેવિડ બારનિયા શુક્રવારે સવારે અમેરિકા પહોંચ્યા છે. તેઓ મિયામીમાં ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરશે તેવી માહિતી મળી છે. અમેરિકા હાલ તેના સાથી દેશો સાથે પરામર્શ કરી રહ્યું છે કે ઈરાન સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરવી જેથી ત્યાંની શાસન વ્યવસ્થા પર તેની અસરકારક અસર પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
