News of Saturday, 17th January 2026
અખિલેશ યાદવના પ્રહાર: કાશી જ બીજેપીના વિનાશનું કારણ બનશે, પ્રિયંકા ગાંધીએ મણિકર્ણિકા ઘાટ અંગે સવાલો ઉઠાવ્યા: કાશીના વિકાસ મોડલ પર વિપક્ષી નેતાઓ એકસંપ, પ્રાચીન ધરોહર સાથે ચેડાં કરવાનો આરોપ

વારાણસી (કાશી)માં ચાલી રહેલા કોરિડોર અને પુનર્વિકાસના પ્રોજેક્ટ્સ પર રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે કાશીમાં જે તોડફોડ થઈ રહી છે તે જ સત્તાધારી પક્ષ બીજેપીના પતનનું કારણ બનશે.
બીજી તરફ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ મણિકર્ણિકા ઘાટની ઓળખ ભૂંસાઈ રહી હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે વિકાસના નામે ધાર્મિક અને ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડવું એ પાપ સમાન છે અને આ પ્રકારની સાજિશો બંધ થવી જોઈએ.
(1:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
