News of Saturday, 17th January 2026
પ્રેમ પ્રકરણના કરુણ અંજામમાં મહિલા અને ૩ બાળકોની ઘાતકી હત્યા, આરોપી દિયરે ભાભીને લગ્નની લાલચ આપી હતી: છ દિવસથી લાપતા પરિવારના મૃતદેહો મળ્યા, પતિ પર પણ શંકાની સોય

જયપુર: રાજસ્થાનમાં એક હચમચાવી દેનારી ઘટનામાં, પ્રેમ સંબંધો અને આડા સંબંધોની જાળમાં એક મહિલા અને તેના ત્રણ માસૂમ બાળકોની હત્યા કરવામાં આવી છે. અહેવાલો મુજબ, આ પરિવાર છેલ્લા છ દિવસથી લાપતા હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાના દિયર સાથે તેને સંબંધો હતા અને આરોપીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, વાત વણસતા આખરે મહિલા અને બાળકોની હત્યા કરી નાખવામાં આવી. આ કેસમાં પોલીસને પતિ અને પત્ની બંનેના અલગ-અલગ અફેર હોવાની અને પતિની સંડોવણી હોવાની પણ શંકા છે. પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(1:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
