હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th January 2026
વિશ્વપ્રસિદ્ધ ૐ પર્વત પરથી બરફ ગાયબ થતાં પર્યાવરણવિદો ચિંતિત: હિમાલયની ટોચ કાળી પડવા લાગી: ઊંચાઈવાળા વિસ્તારોમાં વધતી જતી માનવીય દખલગીરીને કારણે કુદરતી સૌંદર્ય જોખમમાં

હિમાલયની પવિત્ર ગણાતી અને કુદરતી રીતે બરફથી રચાતી 'ૐ' આકૃતિ માટે જાણીતા 'ૐ પર્વત' પરથી બરફ ઓગળી રહ્યો છે અને પર્વત કાળો પડી રહ્યો છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા જગાડી છે.
નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં વધી રહેલી માનવીય પ્રવૃત્તિઓ અને પર્યટનનું દબાણ આ માટે જવાબદાર છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને માનવીય હસ્તક્ષેપ ઓછો કરવામાં નહીં આવે, તો આ દુર્લભ પ્રાકૃતિક ધરોહર કાયમ માટે લુપ્ત થઈ શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.
(1:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
