<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઓરિસ્સામાં ઈડીની મોટી કાર્યવાહી: બીજેડી નેતાને ત્યાંથી ૫૦૦ના દરની નોટોના અસંખ્ય બંડલો જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ઓરિસ્સામાં બીજુ જનતા દળ (બીજેડી) સાથે સંકળાયેલા નેતાઓ અને વેપારીઓ પર દરોડા પાડવામાં આવતા કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે.

ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં કેન્દ્રીય એજન્સી ઈડીએ મોટી સફળતા મેળવી છે. ઓરિસ્સામાં સત્તાધારી પક્ષ બીજેડીના એક નેતા અને તેમની સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. તપાસ દરમિયાન ૫૦૦ રૂપિયાની ચલણી નોટોના એટલા બધા બંડલો મળી આવ્યા હતા કે તેને ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં કબાટો અને બેગોમાં ઠાંસી-ઠાંસીને ભરેલી રોકડ જોવા મળી રહી છે. આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

 

(1:08 PM IST)