<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ટ્રમ્પનું અજીબ નિવેદન: પાકિસ્તાનના વડાપ્રધાનને નોબેલ પ્રાઈઝ આપવાની માગણી કરી સૌને ચોંકાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચા જગાવી છે, જેમાં તેમણે પાકિસ્તાની નેતાના વખાણ કરી નોબેલ પારિતોષિકની વાત કરી છે.

પોતાના બેબાક અને ઘણીવાર વિચિત્ર નિવેદનો માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડાપ્રધાને એક કરોડ લોકોના જીવ બચાવ્યા છે. એક જાહેર કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની નેતૃત્વની કામગીરી અદભૂત છે અને આટલા મોટા પાયે લોકોના જીવ બચાવવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. જોકે, તેમણે આ 'એક કરોડ'નો આંકડો કયા સંદર્ભમાં આપ્યો તે અંગે સ્પષ્ટતા કરી ન હતી. 

ટ્રમ્પના આ નિવેદનને સોશિયલ મીડિયા પર 'ગાંડપણની ચરમસીમા' ગણાવીને લોકો ટ્રોલ કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ નિવેદનની મજાક ઉડાવવામાં આવી રહી છે.

(1:08 PM IST)