<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશખબર : પેન્‍શન અને લાભોમાં મળી શકે છે મોટી ભેટ

 

લાંબા સમયથી રાહ જોઈ રહેલા નિવૃત્ત કર્મચારીઓ માટે સરકાર ટૂંક સમયમાં કોઈ મહત્‍વની જાહેરાત કરે તેવી શક્‍યતા છે, જેનાથી તેમને આર્થિક ફાયદો થશે. મોંઘવારીના સમયમાં નિવૃત્ત જીવન ગાળતા વડીલો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સરકાર નિવૃત્ત કર્મચારીઓના પેન્‍શનમાં સુધારો કરવા કોઈ વિશેષ ભેટ આપવા વિચારી રહી છે. આ ઉપરાંત મેડિકલ ભથ્‍થામાં વધારો અથવા અટકેલા એરિયર્સની ચૂકવણી અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.

જો આ જાહેરાત થશે તો લાખો નિવૃત્ત કર્મચારીઓને સીધો ફાયદો થશે. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેનો હવે સુખદ અંત આવે તેવી વકી છે.

(3:59 PM IST)