<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પીપીએફએએસ મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા પરાગ પરીખ લાર્જ કેપ ફંડ રજૂ

એનએફઓ ૧૯ જાન્‍યુઆરીના ખૂલશેઃ ૩૦ એ બંધ થશે

રાજકોટઃ તા.૧૭, પીપીએફએએસ મ્‍યુચ્‍યુઅલ ફંડનું પરાગ પરીખ લાર્જ કેપ ફંડ, એક નવું ફંડ ઓફર(એનએફઓ)   ૧૯મી જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ ખૂલશે અને ૩૦મી જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ બંધ થશે. આયોજના ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ફરીથી ખૂલશે. આ સ્‍કીમ એ ફંડ હાઉસની શરૂઆતથી આ ૭મી ઓફરિંગ્‍સ છે.

આ સ્‍કીમએ એક ખર્ચ અસરકારક, બ્રોડ લાર્જ-કેપ એક્‍સપોઝર પૂરો પાડવાનો પ્રયાસ છે, જેમાં ટ્રેડિંગ તથા ઇમ્‍પેક્‍ટ કોસ્‍ટનું પણ મેનેજ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલા અભિગમનો સમાવેશ થાય છે, જ્‍યારે સમય જતા પોર્ટફોલિયાપોઝિશનિંગને સ્‍કીમના બેન્‍ચમાર્કની નજીક રાખવામાં આવશે, કાર્યક્ષમ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને નાનો સક્રિય હિસ્‍સો જાળવી રાખવામાં આવશે.

ઓછામાં ઓછું રોકાણ રૂ.૧,૦૦૦નું છે અને ત્‍યારબાદ આગળ રૂ.૧ના ગુણાંકમાં કરી શકાશે. 

(3:14 PM IST)