હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: બક્સરમાં સગીર ભાઈની નજર સામે બહેનનું અપહરણ કરી ત્રણ નરાધમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર; પટણા બાદ હવે બક્સર શર્મસાર!
દિવસના અજવાળે બાઇક સવાર ગુંડાઓએ ત્રાટકી કિશોરીને ઉઠાવી લીધી, નહેર કિનારે આવેલી ઝૂંપડીમાં આચર્યું પાશવી કૃત્ય - બક્સર પોલીસે ૩ શંકાસ્પદોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

બક્સર: બિહાર સરકારના 'સુશાસન' અને મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે બક્સર જિલ્લામાંથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. સોનવર્ષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે ૮ વાગ્યે, જ્યારે એક કિશોરી તેના ભાઈ સાથે જઈ રહી હતી, ત્યારે ત્રણ બાઇક સવાર બદમાશોએ ભાઈની નજર સામે જ બહેનનું અપહરણ કર્યું હતું. આ નરાધમો પીડિતાને નહેરના કિનારે આવેલી એક સૂમસામ ઝૂંપડીમાં લઈ ગયા હતા અને ત્યાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
મળતી માહિતી મુજબ, પીડિતા તેના ભાઈ સાથે કાડસર તરફ જઈ રહી હતી. જ્યારે તેઓ ડગૌલી પુલ પાસે પહોંચ્યા, ત્યારે અચાનક બાઇક પર સવાર ત્રણ યુવાનોએ તેમને આંતર્યા હતા. ભાઈ કંઈ સમજે તે પહેલા જ આ બદમાશો કિશોરીને બળજબરીથી બાઇક પર બેસાડીને રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને લોકોમાં પોલીસ પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ ડુમરાવ SDPO પુલસ્ત્ય કુમારના નેતૃત્વમાં વિશાળ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે પણ ઘટનાસ્થળેથી નમૂનાઓ અને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે અને કોઈ ગુપ્ત સ્થળે તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પટણામાં બનેલી તાજેતરની ઘટનાઓ બાદ બક્સરના આ ગેંગરેપે બિહારની સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. પીડિત પરિવાર અને સ્થાનિક રહેવાસીઓએ ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા આપવાની માંગ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આ કેસમાં સ્પીડી ટ્રાયલ (ઝડપી ન્યાય) ચલાવવામાં આવશે અને કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
