તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Sunday, 18th January 2026
સરકારી કર્મચારીઓને કેન્દ્રની મોટી ભેટઃ પરિપૂર્ણ મેડીકલેમ આયુષ વીમો લોન્ચઃ ર૦ લાખનું હેલ્થકવર
વીમા કવચમાં વિકલ્પ, કેસલેસ સુવિધાઃ પહેલા-પછીની સારવાર ખર્ચ તથા પરિવારના ૬ સભ્યોને જોડી શકવાની સુવિધા

નવ દિલ્હીઃ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS) દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ‘પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય CGHS (સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ) ના લાભાર્થીઓને વધુ વ્યાપક અને આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ એક વૈકલ્પિક (ઓપ્શનલ) હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જેમાં કર્મચારીઓને વિવિધ લાભો મળશે:
આ યોજનામાં 10 લાખ અને 20 લાખ રૂપિયા સુધીના બે વીમા કવચ ઉપલબ્ધ છે. દેશભરમાં આવેલી નેટવર્ક હોસ્પિટલોમાં દાખલ થવા પર કેશલેસ સારવારની સુવિધા મળશે. હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલા અને રજા મળ્યા બાદના 60 દિવસ સુધીનો ખર્ચ કવર કરવામાં આવશે. એક પોલિસી અંતર્ગત પરિવારના મહત્તમ 6 સભ્યોને જોડી શકાશે.
આ પ્લાન ખાસ કરીને 'આયુષ' (આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી) સારવાર માટે 100% કવરેજ આપે છે. આ ઉપરાંત, આધુનિક સારવાર (Modern Treatments) માટે શરૂઆતમાં 25% કવરેજ મળશે, જેને વધારાના ઓપ્શનલ રાઇડર દ્વારા 100% સુધી વધારી શકાય છે.
કર્મચારીઓ પર પ્રીમિયમનો બોજ ઓછો રહે તે માટે સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે:
આ પોલિસીના પ્રીમિયમ પર કોઈ પણ પ્રકારનો GST લાગશે નહીં, જેથી ખર્ચ ઘટશે.જો લાભાર્થી 70:30 નો વિકલ્પ પસંદ કરે તો 28% અને 50:50 ના વિકલ્પ પર 42% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો વર્ષ દરમિયાન કોઈ ક્લેમ કરવામાં ન આવે, તો 10% ક્યુમિલિટીવ બોનસ મળશે, જે વીમાની રકમના 100% સુધી વધી શકે છે.
આ વીમા યોજના ધ ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરનસ કંપની લી. દ્વારા ચલાવવામાં આવશે. રસ ધરાવતા કર્મચારીઓ કંપનીની ઓફિસ અથવા તેમની સત્તાવાર ઓનલાઇન વેબસાઇટ પરથી આ પોલિસી ખરીદી શકશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
