<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ઈરાનમાં સત્તા પરિવર્તનની જરૂર છે, ખામનેઈ એક 'બીમાર માણસ' છે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વળતા આકરા પ્રહાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેર નિવેદન દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈની આકરી ટીકા કરી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામનેઈ પર શાબ્દિક હુમલો કરતા તેમને સનકી અને 'બીમાર માણસ' ગણાવ્યા છે અને ઈરાનમાં નવા નેતૃત્વની માંગ કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ફરી એકવાર વધારો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેર નિવેદન દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈની આકરી ટીકા કરી છે.
ટ્રમ્પે ખામનેઈને "બીમાર માણસ" (સિક મેન) તરીકે સંબોધીને તેમના શાસન અને નીતિઓની ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ઈરાનની પ્રજા હવે પરિવર્તન ઈચ્છે છે અને દેશમાં નવા નેતૃત્વની તાતી જરૂરિયાત છે જે આતંકવાદને પ્રોત્સાહન આપવાને બદલે દેશના વિકાસ પર ધ્યાન આપે.
આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ તંગ બનાવી શકે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્ય પૂર્વના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

(5:16 PM IST)