News of Monday, 19th January 2026
ટ્રમ્પ સામે યુરોપિયન યુનિયન આક્રમક: ૯૩ અબજ યુરોનો ટેરિફ ઝીંકશે

વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક આર્થિક નીતિઓનો જવાબ આપવા માટે યુરોપિયન યુનિયન (ઇયુ) હવે સજ્જ થયું છે. અહેવાલો અનુસાર, યુરોપિયન યુનિયન અમેરિકા પર ૯૩ અબજ યુરો (લગભગ ૧૦૦ અબજ ડોલરથી વધુ) નો જંગી ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.
ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પર લગાડવામાં આવેલા આયાત કરના જવાબમાં આ પગલું ભરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને પગલે આગામી સમયમાં અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
