તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
ભાજપમાં નવા યુગનો પ્રારંભઃ નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશેઃ બીનહરીફ થશે વરણી
અધ્યક્ષપદ માટે ભર્યુ ઉમેદવારી પત્રઃ શાહ-ગડકરી-રાજનાથ હાજર

નવી દિલ્હી તા.૧૯: ભાજપમાં નવીન અધ્યાય શરૂ થઈ રહ્યો છે. અધ્યક્ષની ચૂંટણી માટેની તમામ પ્રક્રિયાઓ આગામી ૨૪ કલાકમાં પૂર્ણ થઈ જશે. રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નીતિન નવીન સૌપ્રથમ ઉમેદવારી નોંધાવી હતી. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને ગડકરી જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોનો દાવો છે કે નીતિન નવીન બિનહરીફ ચૂંટાઈ આવશે અને કાલે પદના શપથ લેશે.
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિહ તેમના પ્રસ્તાવક હતા. તેમની નામાંકન પ્રક્રિયા દરમિયાન જેપી નડ્ડા અને હરદીપ સિહ પુરી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્ય એકમના પ્રમુખો, સાંસદો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગને સંગઠનાત્મક એકતા અને પાર્ટી માટે મજબૂત સમર્થનના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યો હતો.
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ઔપચારિક જાહેરાત ૨૦ જાન્યુઆરીએ થવાની અપેક્ષા છે. આ પ્રસંગે છત્તીસગઢના તમામ વરિષ્ઠ ભાજપ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો દિલ્હીમાં હાજર રહેશે, જેના કારણે આ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાશે તેવી અપેક્ષા છે.
સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો સમય સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી રહેશે. જો ફક્ત એક જ ઉમેદવારીપત્ર ભરાશે, તો ચૂંટણી અધિકારી નીતિનને બિનહરીફ પ્રમુખ જાહેર કરશે. જો કોઈ અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે, તો ૨૦મી તારીખે મતદાન થશે.
આ કાર્યક્રમ દરમિયાન પાર્ટીના લગભગ તમામ મુખ્યમંત્રીઓ, રાજ્ય એકમના વડાઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ભાજપે ૧૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. નીતિનને ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
