<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સાવધાન! તમારો વફાદાર શ્વાન તમારી બધી જ વાતો સમજે છે: ટ્રેનિંગ વગર જ સેંકડો શબ્દો શીખવાની અદભૂત શક્તિનો ખુલાસો, વૈજ્ઞાનિકોએ શ્વાનની સમજણને ૧૮ મહિનાના માનવ બાળક સાથે સરખાવી

માત્ર ઈશારા જ નહીં, પણ તમારી વાતોમાં છુપાયેલા ઈરાદાઓ પણ પકડી લે છે તમારા પાલતુ શ્વાન; સામાજિક વાતચીતમાંથી પરોક્ષ રીતે શબ્દો ગ્રહણ કરવાની અનોખી ક્ષમતાએ પ્રાણી જગતના નિષ્ણાતોને પણ ચોંકાવ્યા, વગર ટ્રેનિંગે 'સ્માર્ટ' બનતા શ્વાનનો નવો ચહેરો આવ્યો સામે


નવી દિલ્હી: માત્ર માણસો કે વાંદરા જ નહીં, કુતરાઓ પણ સામાજિક વાતચીત દ્વારા સેંકડો વસ્તુઓના નામ યાદ રાખી શકે છે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કુતરાઓને કોઈ પણ વસ્તુ શીખવાડવા માટે ખાસ તાલીમની જરૂર પડે છે, પરંતુ એક નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેટલાક અત્યંત બુદ્ધિશાળી કુતરાઓ માત્ર તેમના માલિકોની વાતચીત સાંભળીને જ સેંકડો વસ્તુઓના નામ શીખી શકે છે. આ ક્ષમતા તેમને અઢાર મહિનાના માનવ બાળકની સમકક્ષ મૂકે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે શ્વાન ઘરમાં ચાલતી વાતચીતને ધ્યાનથી સાંભળે છે અને કોઈ પણ ખાસ તાલીમ વગર નવા શબ્દો ગ્રહણ કરી લે છે. વિજ્ઞાનની ભાષામાં આને સામાજિક શિક્ષણ કહી શકાય.
અત્યાર સુધી બોનોબોસ (એક પ્રકારના વાંદરા) અને આફ્રિકન ગ્રે પોપટ જેવા બહુ ઓછા પ્રાણીઓમાં આવી ક્ષમતા જોવા મળી છે. આફ્રિકન ગ્રે પોપટ પણ ચોક્કસ નામો દ્વારા વસ્તુઓને ઓળખતા જોવા મળ્યા છે.
માણસોની ક્રિયાપ્રતિક્રિયા જોઈને પરોક્ષ રીતે શબ્દો શીખવા એ ખુબ જ અઘરી પ્રક્રિયા છે. આ માટે બોલનાર વ્યક્તિની નજર ક્યાં છે તે સમજવું પડે છે અને અમુક અંશે તે વ્યક્તિનો ઈરાદો શું છે તે પણ સમજવું પડે છે.
કુતરાઓમાં આ પ્રકારની સમજણ શક્તિ હોવી એ પ્રાણીજગતના અભ્યાસમાં એક નવી દિશા ખોલે છે. આ તારણ દર્શાવે છે કે આપણા પાલતુ પ્રાણીઓ આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ હોશિયાર હોય છે અને આપણી રોજિંદી ક્રિયાઓમાંથી સતત શીખતા રહે છે.

 

(1:34 AM IST)