<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

અમેરિકાના મિશિગનમાં બરફના તોફાનથી તબાહી :100થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા :અનેક વાહનો લપસ્યા

ગ્રાન્ડ રેપિડ્સના દક્ષિણપશ્ચિમમાં ઇન્ટરસ્ટેટ 196 (I-196) પરઅનેક વાહનો ટકરાયા : બંને લેન બંધ કરી દેવાયા : ભારે હિમવર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો

અમેરિકાના મિશિગનમાં બરફના બરફના તોફાને તબાહી મચાવી છે, બરફના તોફાનના કારણે 100 થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. કેટલાક વાહનો રસ્તા પરથી લપસી ગયા હતા. આ અકસ્માત ગ્રાન્ડ રેપિડ્સના દક્ષિણ પશ્ચિમમાં ઇન્ટરસ્ટેટ 196 (I-196) પર થયો હતો, જ્યાં ભારે હિમવર્ષાથી આ વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો.

અકસ્માતને કારણે મિશિગન સ્ટેટ પોલીસને ગ્રાન્ડ રેપિડ્સના દક્ષિણપશ્ચિમમાં ઇન્ટરસ્ટેટ 196 ની બંને લેન બંધ કરવાની ફરજ પડી હતી. અધિકારીઓ 30 થી વધુ સેમી-ટ્રેલર ટ્રક સહિત તમામ વાહનોને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ કોઈનું મોત થયું નથી.

 

મિશિગનમાં ઓટાવા કાઉન્ટી શેરિફની ઓફિસે અનેક અકસ્માતો અને વાહનો રસ્તા પરથી લપસી પડવાના અહેવાલો નોંધાવ્યા છે. ફસાયેલા વાહનચાલકોને બસો દ્વારા હડસનવિલે હાઇસ્કૂલ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સફાઈ દરમિયાન રસ્તો કેટલાક કલાકો સુધી બંધ રહેશે. ફસાયેલા વાહનોને દૂર કરવામાં મદદ કરતી કંપનીઓમાંની એક, ગ્રાન્ડ વેલી ટોઇંગે તેના એક ડઝનથી વધુ ટ્રકોને ચેઇન-રિએક્શન અકસ્માતના સ્થળે મોકલ્યા છે. મેનેજર જેફ વેસ્ટરવેલ્ડે કહ્યું, અમે શક્ય તેટલા ઝડપથી વાહનોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી રસ્તો ફરીથી ખોલી શકાય.

 


 

(12:08 PM IST)