<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

એક જ રૂમમાં ૫ મૃતદેહ : બધાના માથા પર ગોળી વાગેલી

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક જ પરિવારના ૫ સભ્‍યોના શંકાસ્‍પદ સ્‍થિતિમાં મોત થતાં આખા વિસ્‍તારમાં હડકંપ મચી ગયો એક જ રૂમમાં અશોક, તેમની પત્‍ની અંજિતા, માતા વિદ્યાવતી અને બે દીકરા કાર્તિક તથા દેવના મળતદેહ મળી આવ્‍યા છે : બધાના માથા પર ગોળીના નિશાન છે

સહારનપુર, તા.૨૦: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જ પરિવારના ૫ સભ્‍યોના શંકાસ્‍પદ સ્‍થિતિમાં મોત થતાં આખા વિસ્‍તારમાં હડકંપ મચી ગયો છે. એક જ રૂમમાં અશોક, તેમની પત્‍ની અંજિતા, માતા વિદ્યાવતી અને બે દીકરા કાર્તિક તથા દેવના મળતદેહ મળી આવ્‍યા છે. બધાના માથા પર ગોળીના નિશાન છે. રૂમમાંથી ત્રણ તમંચા પણ મળી આવ્‍યા છે. અશોક અને તેમની પત્‍નીનો મળતદેહ જમીન પર પડેલો હતો, જ્‍યારે તેમની માતા અને બંને બાળકો બેડ પર પડેલા મળ્‍યા હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે, અશોકે પહેલાં પોતાની માતા, પત્‍ની અને બંને પુત્રોને ગોળી મારી અને ત્‍યારબાદ પોતાને પણ ગોળી મારી લીધી. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું પરિવાર પર કોઈ દેવું હતું? નોકરી સાથે સંબંધિત કોઈ તણાવ હતો? ઘરેલુ ઝઘડો કે માનસિક દબાણ હતું? જેના કારણે આ ભયાનક પગલું ભરવામાં આવ્‍યું હોય.

પોલીસ અગલ-અલગ એંગલથી કરી રહી છે તપાસ

સહારનપુર પોલીસ આ સંભાવનાની પણ તપાસ કરી રહી છે કે પરિવારમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હોય અને ગુસ્‍સામાં ફાયરિંગ થઈ હોય. સાથે જ એ પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું કોઈ બહારના વ્‍યક્‍તિએ ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્‍યો છે? પોલીસ પરિવારના કોઈ વ્‍યક્‍તિ સાથે ઝઘડો, લેવડ-દેવડ કે દુશ્‍મનીના મુદ્દાઓ પર પણ ઊંડી તપાસ કરી રહી છે. આસપાસના CCTV કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી રહી છે અને પડોશીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

પરિવાર શાંત સ્‍વભાવનો

 હતોઃ પાડોશી

જણાવી દઈએ કે, મળતક અશોકને તેમના પિતાના મળત્‍યુ પછી સરકારી નોકરી મળી હતી. તેમનો પુત્ર દેવ એક ખાનગી શાળામાં ધોરણ ૯નો વિદ્યાર્થી હતો, જ્‍યારે કાર્તિક ઇન્‍ટર કોલેજમાં ધોરણ ૧૦માં અભ્‍યાસ કરતો હતો. પડોશીઓના જણાવ્‍યા અનુસાર, પરિવાર શાંત સ્‍વભાવનો હતો અને કોઈ સાથે કોઈ ઝઘડો નહોતો. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ અને ફોરેન્‍સિક ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે, ઘરને સીલ કરી દેવામાં આવ્‍યું છે અને તમામ મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્‍યા છે. આ કેસની દરેક બાજુથી તપાસ ચાલુ છે.

(3:47 PM IST)