POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ છતાં ભાજપને એક વર્ષમાં રૂા.૬,૧૨૫ કરોડનું દાન મળ્યું
ભાજપની આવકમાં ૫૪%નો જંગી વધારોઃ કોંગ્રેસની આવકમાં ઘટાડો : ૨૦૨૪-૨૫ માં કોંગ્રેસની કુલ આવક રૂા.૯૧૮ કરોડ હતી, જ્યારે તેણે રૂા.૧,૧૨૩ કરોડ ખર્ચ કર્યા હતા. દેશના મુખ્ય વિપક્ષી પક્ષને મળેલા દાનમાં આશરે ૫૪ ટકાનો ઘટાડોઃ ચૂંટણી બોન્ડ નાબૂદ કરવાથી કોંગ્રેસને અસર

નવી દિલ્હી તા.૨૧: સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૪ માં ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, એવી અટકળો ફેલાઈ હતી કે પક્ષોને આપવામાં આવતા દાનમાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ પરિણામો વિપરીત હતા. ૨૦૨૪-૨૫માં ચૂંટણી બોન્ડ નાબૂદ કરવા છતાં, ભાજપની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ નાણાકીય વર્ષમાં પાર્ટીને સ્વૈચ્છિક દાનમાં રૂા.૬,૧૨૫ કરોડ મળ્યા છે, જે પાછલા વર્ષના દાન કરતા લગભગ ૫૪ ટકા વધુ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભાજપને આ નાણાકીય વર્ષમાં સ્વૈચ્છિક યોગદાનમાં આશરે રૂા.૬,૧૨૫ કરોડ મળ્યા છે, જે પાછલા વર્ષના રૂા.૩,૯૬૭ કરોડ કરતા આશરે ૫૪ ટકા વધુ છે. ભાજપને ગયા વર્ષે દાનમાં આશરે રૂા.૩,૯૬૭ કરોડ મળ્યા હતા. રૂા.૨,૧૫૮ કરોડનો આ વધારો ચૂંટણી બોન્ડથી થયેલા કથિત નુકસાનને સરભર કરે છે.
૨૦૨૩-૨૪ માં, ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા આશરે રૂા.૧,૬૮૬ કરોડ દાનમાં મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ નાબૂદ કર્યા પછી, કંપનીઓ અને સંગઠનો તરફથી દાન લગભગ ત્રણ ગણું વધી ગયું છે. ભાજપના વાર્ષિક ઓડિટ રિપોર્ટ મુજબ, ૨૦૨૪-૨૫ માં કંપનીઓ તરફથી દાન રૂા.૫,૪૨૨ કરોડ થયું હતું, જે ૨૦૨૩-૨૪ માં રૂા.૧,૮૮૫ કરોડ હતું.
૨૦૨૪-૨૫ માં, કોંગ્રેસની કુલ આવક રૂા.૯૧૮ કરોડ હતી, જ્યારે તેણે રૂા.૧,૧૨૩ કરોડ ખર્ચ કર્યા હતા. દેશના મુખ્ય વિપક્ષી પક્ષને મળેલા દાનમાં આશરે ૫૪ ટકાનો ઘટાડો થયો છે. કોંગ્રેસને ૨૦૨૩-૨૪માં આશરે રૂા.૧,૧૩૦ કરોડ મળ્યા હતા, જ્યારે ૨૦૨૪-૨૫માં તેને માત્ર રૂા.૫૨૨ કરોડ મળ્યા હતા. ચૂંટણી બોન્ડ નાબૂદ કરવાથી કોંગ્રેસને અસર થઈ હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેણે ૨૦૨૩-૨૪માં ચૂંટણી બોન્ડ દ્વારા આશરે રૂા.૮૨૮ કરોડ કમાયા હતા.
ભાજપને ગયા નાણાકીય વર્ષમાં વ્યક્તિગત દાતાઓ પાસેથી પણ રૂા.૬૪૧ કરોડ મળ્યા હતા, જે ૨૦૨૩-૨૪માં રૂા.૨૪૦ કરોડથી નોંધપાત્ર વધારો છે. ૨૦૨૪-૨૫ માટે ભાજપની કુલ આવક રૂા.૬,૭૬૯ કરોડ હતી, જે ૨૦૨૩-૨૪માં રૂા.૪,૩૪૦ કરોડથી વધુ છે. આમાં સ્વૈચ્છિક યોગદાનમાં રૂા.૬,૧૨૫ કરોડ, બેંક વ્યાજમાં રૂા.૬૩૪ કરોડ, ફી અને સભ્યપદમાંથી રૂા.૫.૭ કરોડ અને અન્ય આવકમાં રૂા.૪.૫ કરોડનો સમાવેશ થાય છે.
ખર્ચની દ્રષ્ટિએ, ભાજપે ૨૦૨૪-૨૫માં કુલ રૂા.૩,૭૭૫ કરોડ ખર્ચ્યા, જેમાંથી રૂા.૩,૩૩૫ કરોડ ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચાયા. આ ૨૦૨૩-૨૪માં ખર્ચાયેલા રૂા.૧,૭૫૪ કરોડ કરતા લગભગ બમણું છે. કોંગ્રેસે ૨૦૨૪-૨૫માં ચૂંટણી પ્રચાર પાછળ આશરે રૂા.૮૯૬ કરોડ ખર્ચ્યા, જે ૨૦૨૩-૨૪માં રૂા.૬૨૦ કરોડ હતા.
ભાજપે ગયા નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો, આશરે રૂા.૧,૧૨૫ કરોડ, જે ૨૦૨૩-૨૪માં રૂા.૪૩૫ કરોડ હતો. ભાજપે હોર્ડિગ્સ પાછળ આશરે રૂા.૧૦૭ કરોડ, હવાઈ મુસાફરી પાછળ રૂા.૫૮૩ કરોડ અને ઉમેદવારોને નાણાકીય સહાય રૂપે રૂા.૩૧૩ કરોડ ખર્ચ્યા. વધુમાં, મોરચા અને રેલીઓ પાછળ રૂા.૯૧ કરોડ અને સભા ખર્ચ પાછળ આશરે રૂા.૫૨ કરોડ ખર્ચ્યા.
અહેવાલ મુજબ, ભાજપ પાસે ૨૦૨૪-૨૫ ની શરૂઆતમાં તેના સામાન્ય ભંડોળમાં રૂા.૯,૧૭૦ કરોડનું ઓપનિગ બેલેન્સ હતું અને વર્ષના અંતે રૂા.૨,૯૯૫ કરોડનું સરપ્લસ હતું, જેના કારણે તેનું ક્લોઝિગ બેલેન્સ રૂા.૧૨,૧૬૪ કરોડ થયું. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં, પાર્ટી પાસે રૂા.૯,૯૯૬ કરોડ રોકડ અને રોકડ સમકક્ષ હતા, જે એક વર્ષ અગાઉ રૂા.૭,૧૧૪ કરોડ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
