ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
એશિયાઈ સિંહો સાથે મનુષ્યોનું સહજીવન - એક વાસ્તવિકતા
માસુમ બાળકનો શિકાર અને માનવભક્ષી સિંહણને પાંજરે પુરવા ગયેલી ટુકડીના ટ્રેકરના મૃત્યુની સૌ પ્રથમ બનેલી બેવડી કરૂણાંતિકા વચ્ચે વાંચો તથ્યો : ગીરમાં વસતા માલધારીઓ સિંહ, દિપડાના વર્તનથી પરિચિત હોવાથી ભાગ્યે જ સંઘર્ષમાં આવે છે : સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો ન કરતા પરભક્ષીઓને કુદરતી હાજતે બેઠેલ વ્યકિત કે દોડાદોડ કરતા બાળકો નાના પ્રાણીઓ જેવા લાગવાથી ભુલ ભરેલી ઓળખના કારણે હુમલાઓ કરે છે : થોડી સાવચેતી લોકો રાખે તો આવા હુમલા નિવારી શકાય

ટુરીસ્ટ જીપ્સીથી દુર બેઠેલ સિંહ કુતુહલવશ નજીક આવે ત્યારે અવાજ કે અન્ય રીતે ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઇએ : કેરાંભા વાયરલેસ ઓપરેટરના કમ્પાઉન્ડમાં સિંહોના બેફિકરાઇથી આંટા : આઇકોન ફિલ્મસ, બ્રીસ્ટલ (યુ.કે.)ની ટીમને ડીસ્કવરી માટે બાબરા વીડીમાં સિંહણનું ફિલ્મીંગ કર્યુ ત્યારની તસ્વીર : ભારતીય વન્યજીવ સંસ્થાન, દહેરાદુનના સંશોધક કૌશીક બેનરજી અને ટીમ દ્વારા એશીયાઇ સિંહનો અભ્યાસ : ઘાયલ સિંહનું રેસ્કયુ-ટ્રીટમેન્ટ કરવા ડાર્ટગનથી ઇન્જેકશન મારવામાં આવે છે : સિંહ વસ્તી અંદાજ વખતે બીટગાર્ડ ધીરૂભાઇ ચાવડા અવલોકન નોંધી રહયા છે : ભૂષણ પંડ્યા
રાજકોટ, તા. ર૧ : તાજેતરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભ્યારણ્ય નજીક આવેલા વિસાવદરના નાની મોણપરીની વાડીમાં ખેતમજુરના ચાર વર્ષના માસુમ પુત્રને તૂવેરના ઉભા પાકમાં ખેંચી જઇ સિંહણ દ્વારા કરવામાં આવેલા હૂમલામાં બાળકનું કરૂણ મૃત્યુ નીપજયા બાદ માનવભક્ષી સિંહણને પાંજરે પુરવા ગયેલી ટુકડી દ્વારા સિંહણને બેભાન કરવા ડાટગનથી છુટવામાં આવેલુ ઇન્જેકશન અકસ્માતે ટ્રેકર અશરફભાઇને લાગી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાની બેવડી કરૂણાંતિકા સર્જાઇ હતી. આ વચ્ચે ગીરમાં સિંહ અને માનવ જીવનના સહઅસ્તિત્વના તથ્યો અને તકેદારી વિષે મહત્વનું આલેખન સિંહપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓના જ્ઞાનમાં વધારો કરતુ બની રહેશે.
એશિયાઈ સિંહોનો સંક્ષિપ્ત ઈતિહાસ
આશરે સવાસો વર્ષો પહેલાં એશિયાઈ સિંહોની સંખ્યા, તેમનાં કુદરતી રહેઠાણો એટલે કે વનવિસ્તારો અને તેમનો મુખ્ય ખોરાક એવાં હરણ, સાબર જેવાં તળણાહારી વન્યપ્રાણીઓ ઘટવાથી તથાં બ્રિટિશ અધિકારીઓ અને રાજા-મહારાજાઓ દ્વારા ટ્રોફી હન્ટિંગ કે સ્પોર્ટ્સ નાં નામે થતાં બે-રોકટોક શિકાર જેવાં અનેક કારણોસર ઘણી ઓછી થઈ ગયી હતી. એશિયા ખંડના અનેક દેશોમાં તથાં આપણાં દેશનાં પણ અનેક રાજ્યોમાં જોવાં મળતાં સિંહો માત્ર તે સમયના બોમ્બે રાજ્યની દક્ષિણમાં આવેલ કાઠીયાવાડ નાં ગીર જંગલ અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં માત્ર ૫૦ થી ૧૦૦ ની સંખ્યામાં માં બચી ગયાં હતાં.
બ્રિટિશ વાઇસરોય લોર્ડ એચ. ઈ. જ્યોર્જ નાથાનીયલ કર્ઝન નાં સિંહનો શિકાર બંધ કરી તેમનું સંરક્ષણ કરવા માટેનાં સૂચન પછી જૂનાગઢ રાજ્યનાં નવાબ સાહેબ શ્રી રસુલખાનજી બાબી (બીજાં), દ્વારા ગીરમાં સિંહોનાં સંરક્ષણની શરૂઆત સન ૧૯૦૦ માં થઈ. ત્યાર બાદ જૂનાગઢ રાજ્યનાં શાસકો, રાજ્ય અને કેન્દ્ર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, જાગળત મીડિયા તથાં સ્થાનિક લોકોનાં સતત સહકાર અને પ્રયાસા થી સિંહોની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી.
એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન
સિંહ-વાઘ જેવાં સર્વોચ્ચ શિકારી પ્રાણીઓને રહેવા માટે મોટાં વનવિસ્તારો, ખોરાક માટે પૂરતાં પ્રમાણમાં તળણાહારી ઙ્કાણીઓ અને સુરક્ષા જોઈએ. છેલ્લાં સવાસો વર્ષોમાં આ બધાં જ સાનુકૂળ પરિબળોને લીધે મે, ૨૦૨૫ માં યોજાયેલ ૧૬ માં એશિયાઈ સિંહ વસ્તી અંદાજમાં ૮૯૧ સિંહો જોવાં મળ્યાં હતાં. તેમાં ગીર, ગિરનાર, પાણીયા, મીતીયાળા અને બરડા વન્યઙ્ઘાણી અભયારણ્યો તથાં તેમની આજુબાજુનાં વિસ્તારોમાં ૫૬ ટકા, અને આશરે ૩૦,૦૦૦ વર્ગ કિલોમીટર નાં રેવન્યુ વિસ્તારોમાં ૧૫૦૦ થી વધું ગામો તથાં શહેરી વિસ્તારોમાં બાકીના ૪૪ ટકા સિંહો રહે છે. આરક્ષિત વિસ્તારો તથાં રેવન્યુ વિસ્તારો મળી કુલ ૩૫,૦૦૦ વર્ગ કિલોમીટર નો એશિયાટિક લાયન લેન્ડસ્કેપ (ALL) છે. જેમાં મુખ્યત્વે નદી અને દરિયા કિનારાના વિસ્તારો, ઘાસ વિડીઓ, વાડી/ખેતર તથાં ખરાબાની જમીનો રહેવા અને વિચરવા માટે વાપરે છે. આ વિસ્તારોમાં તેમને માનવીય ઙ્કવળત્તિઓ દ્વારા થતી ખલેલ ઓછી હોય છે. ઉપરાંત નીલગાય, જંગલી ભૂંડ, હરણ તથાં બિન ઉપજાવ, રખડતાં માલ-ઢોર ખોરાક માટે મળી રહે છે.
આમ છેલ્લાં ૧૨ દાયકાઓમાં સિંહોની વસ્તી અને તેમનાં લેન્ડસ્કેપ માં લગભગ ૧૦ ગણો વધારો થયેલ છે.
એશિયાઈ સિંહોની વધતી વસ્તી - ગર્વની સાથે જવાબદારી
તારીખ ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૫ નાં રોજ ૧૪૧૨ વર્ગ કિલોમીટર નાં વનવિસ્તારને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગીર વન્યઙ્ઘાણી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. ૧૯૭૫ માં અભયારણ્ય નાં હાર્દસમા ૨૫૮ વર્ગ કિલોમીટર ને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી તેને સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી. તત્કાલીન જુનાગઢ, બોમ્બે, સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટેનાં કાયદાઓ અમલમાં હતાં જ. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ અમલમાં આવતાં સમગ્ર દેશનાં બધાં જ આરક્ષિત વિસ્તારોને એક સમાન અને મજબૂત સુરક્ષા છત્ર મળ્યું.
સમયાંતરે થઈ રહેલાં આ ઘટનાક્રમો દરમિયાન રાજ્યનાં વન વિભાગ દ્વારા વિશ્વમાં કયાંય જોવાં ન મળે તેટલાં, એટલે કે ૪૦ થી વધારે વન્યપ્રાણી વ્યવસ્થાપન નાં કાર્યો હાથ ધરાઈ રહ્યા છે.
કાયદાકીય સુરક્ષા છત્ર અને સંવર્ધનના પ્રયાસોને લીધે વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જે ઝડપે હરણ, સાબર, નીલગાય, વિગેરે જેવાં તળણાહારી તથાં સિંહ અને દીપડા જેવાં માંસાહારી પ્રાણીઓની વસ્તી વધી રહી છે, તે ઝડપે કુદરતી રહેઠાણો એટલે કે વન વિસ્તારો વધારી શકાતાં નથી. એક સમયે જુનાગઢ થી જેતપુર સુધી ૪૦૦૦ વર્ગ કિલોમીટર થી વધારે વનવિસ્તારો હતાં. મનુષ્યની વસ્તી પણ વધતાં નાનાં ગ્રામ્ય વિસ્તારો શહેરોમાં પરિવર્તિત થવા લાગ્યાં. તેથી કુદરતી વનો ને સ્થાને ઉદ્યોગો, ખાણો, વાડી-ખેતરો આવી ગયાં. ગીર અને ગિરનાર પણ જુદાં પડી ગયાં. સ્વાભાવિક રીતે જ વન્યપ્રાણીઓ મનુષ્યોનાં રહેણાંક વિસ્તારોમાં આવવાં અને વસવાટ કરવા લાગ્યાં.
વિશ્વનાં અનેક દેશોમાં થઈ રહેલી આ એક કુદરતી પ્રક્રિયા છે. સિંહ અને દીપડા ઉપરાંત વાઘ, હાથી, રીંછ, વિગેરે જેવાં અનેક પ્રાણીઓ પણ રહેણાંક વિસ્તારોમાં આવવાં લાગ્યાં છે. કુદરતી જંગલો ફરતી દીવાલો કે તારની વાડ કરી શકાય નહીં, અને કરવી પણ ન જોઈએ. વન્યપ્રાણીઓ મુક્ત રીતે આવ-જા કરી શકે તે માટે તેમનાં કોરીડોર્સ ની જાળવણી કરવી ખૂબ જ અગત્યની છે. જો કોરીડોર્સ બ્લોક થાય તો કુદરતી વનો મોટાં પ્રાણીસંગ્રહાલયમાં પરિવર્તિત થઈ જાય અને કાળક્રમે ઇન-બ્રિડિંગ તથાં જીનેટીક બોટલનેક થવાથી સિંહ, વાઘ, દીપડા, વિગેરે નાં બચ્ચાં બીમાર અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા જન્મે, તેથી ધીરે ધીરે સમગ્ર પ્રજાતિ નાશ પામે. ઇન-બ્રીડિંગ એટલે સગા ભાઈ-બહેન નાં લગ્ન થવાથી જન્મતાં બાળકો!
આ કારણોસર વન્યપ્રાણીઓ તથાં મનુષ્યોનું સહજીવન એક અનિવાર્ય સત્ય છે. જો મનુષ્ય વન્યપ્રાણીઓનાં સ્વભાવ અને રીતભાત એટલે કે બિહેવીયર થી માહિતગાર થઈ જાય તો સંઘર્ષ વગર અથવા તો ઓછાં સંઘર્ષ સાથે સહજીવન શકય છે. ગીરમાં માલધારી પરિવારો સિંહો અને દિપડાઓ સાથે વર્ષોથી રહે છે, છતાં ભાગ્યે જ સંઘર્ષમાં આવે છે કારણ કે તેઓ તેમની બિહેવિયરથી પરિચિત છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં લોકો વન્ય પ્રાણીઓની બેહેવિયરથી પરિચિત નથી, તેથી સિંહો અને દીપડા દ્વારા હુમલામાં ઈજા થવાની કે કયારેક માનવ મળત્યુની દુઃખદ ઘટનાઓ પણ બને છે. આ ઘટનાઓ મોટે ભાગે વહેલી સવારે કે રાત્રે વગડામાં કુદરતી હાજતે ગયાં હોય કે ખેત મજૂરો રાત્રે ખુલ્લામાં સૂતાં હોય ત્યારે બને છે. મોડી સાંજે કે સવારે નાનાં બાળકો એકલાં રમતાં હોય ત્યારે પણ આવાં બનાવો બને છે. તેનાં મુખ્યત્વે બે કારણો છે. પહેલું એ કે આ પરભક્ષીઓ નિશાચર છે, અને સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી ખોરાકની શોધમાં ફરતાં હોય છે. સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો ન કરતાં આ પરભક્ષીઓને કુદરતી હાજતે બેઠેલ વ્યક્તિ કે દોડાદોડી કરતાં બાળકો નાનાં પ્રાણીઓ જેવાં લાગે છે. તેથી તેમની ભૂલ ભરેલી ઓળખ એટલે કે મિસ્ટેકન આઇડેન્ટિટી થવાથી હુમલો કરે છે. થોડી પાયાની સાવચેતી રાખવાથી આ પ્રકારનાં હુમલાઓ નિવારી શકાય છે.
આવા કિસ્સા બને ત્યારે વન વિભાગ બચાવ કાર્ય એટલે કે રેસ્કયુ ઓપરેશન કરે છે.
રેસ્કયુ ઓપરેશન એટલે શું?
રહેણાંક વિસ્તારની નજીક પરભક્ષી પ્રાણી હોવાનાં સમાચાર મળતાં વન વિભાગની રેસ્કયુ ટીમ શકય તેટલી જલ્દી સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરે છે. જો પ્રાણી ઈજાગ્રસ્ત કે બીમાર લાગે તો તેને પાંજરામાં પકડી સારવાર કરવામાં આવે છે. ત્યાર બાદ યોગ્ય સમયે વનવિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પર હુમલો થયો હોય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જાય છે. જો કોઈનું દુઃખદ મળત્યુ થયેલ હોય તો લાશને તેમનાં સગાઓને સોંપી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં પરભક્ષી પ્રાણીને મનુષ્ય માટે જોખમી ગણી પકડી લેવું જરૂરી થઈ જાય છે.
રેસ્કયુ ટીમમાં સામાન્ય રીતે વન્યપ્રાણી વિભાગનાં વેટેરીનરી ડોક્ટર (પશુ ચિકિત્સક), ડોક્ટર નાં સહાયક, ફોરેસ્ટર, બીટ ગાર્ડ તથાં બે-ત્રણ ટ્રેકર્સ હોય છે. તેમની સાથે વન વિભાગના સ્થાનિક સ્ટાફનાં સભ્યો તથાં ટ્રેકર્સ જોડાય છે. રેસ્કયુ ઓપરેશન સમયે એકઠાં થતાં ગામ લોકોની હાજરી અને ઘોંઘાટ ને લીધે આ કાર્ય વધુ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે વન્યપ્રાણી ખલેલ ને લીધે સ્ટ્રેસ (માનસિક દબાણ) વધવાથી વધારે આક્રમક બની જાય છે.
ગીરમાં, ખાસ કરીને બળહદ ગીરમાં વન્યપ્રાણીઓ ટેરિટોરિયલ ફાઇટમાં ઘાયલ થવાથી, ખુલ્લાં કૂવામાં પડી જવાથી, વાહન અકસ્માતમાં ઘાયલ થવાથી, રહેણાંક વિસ્તારોની તદ્દન નજીક આવી જવાથી, વિગેરે કારણોસર રેસ્કયુ કરવાં પડે છે. સામાન્ય રીતે શિકારી પ્રાણી મારણ ખાવા માટે પાંજરામાં આવે ત્યારે ઓટોમેટીક પાંજરું બંધ થઈ જાય, તેવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. પ્રાણી જો કૂવામાં કુવામાં પડી ગયેલ હોય, તો દોરડા નો ગાળીઓ નાખી બહાર કાઢવામાં આવે છે. જુદાં જુદાં વિસ્તારોમાં આપણી રેસ્કયુ ટીમો આવા જોખમી ઓપરેશન્સ સફળતાપૂર્વક કરતી રહી છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. ગુજરાતનાં બીજાં જંગલોમાં પણ કયારેક માનવભક્ષી દીપડા પકડાતાં ન હોય, ત્યારે ગીરની નિષ્ણાંત અને અનુભવી રેસ્કયુ ટીમ ત્યાં જઈને કામગીરી કરી આવે છે. આ કામગીરી એટલી જોખમી છે કે ગમે તેટલો અનુભવ હોય, અને કાળજી રાખવામાં આવે તો પણ કયારેક પરભક્ષી પ્રાણી દ્વારા રેસ્કયુ ટીમનાં સભ્યોને ઈજા પહોંચાડવાના બનાવો બન્યાં છે.
ગીરના ઈતિહાસમાં પ્રથમ વખત
બનેલ બેવડી કરુણાંતિકા
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય ની નજીકમાં આવેલ જુનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામની વાડીમાં શૈલેષભાઈ પારધી ખેતમજૂર તરીકે કામ કરે છે. તારીખ ૪ જાન્યુઆરીની સવારે તેઓ ખેતરમાં તુવેરના પાક પર દવા છાંટી રહ્યાં હતાં અને થોડે દૂર તેમનો ચાર વર્ષનો પુત્ર શૈલેષ રમી રહ્યો હતો. અચાનક ખેતરમાંથી એક સિંહણ આવી અને શૈલેષને તેમની નજર સામે જ પકડીને તુવેરનાં ઉભા પાકમાં લઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો અને શિવમને સિંહણ પાસેથી છોડાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળક મળત્યુ પામ્યો હતો.
સિંહણ ને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યાં, પરંતુ સિંહણ તુવેરનાં પાકમાંથી બહાર જ ન આવી. તેથી સિંહણને બેભાન કરી પકડવાનું નક્કી કરવામાં આવ્યું. રેસ્કયુ ટીમને ખાતરી હતી કે સિંહણ વાડીમાં જ છે. તુવેરનાં છોડવાઓ સાત થી આઠ ફૂટ જેટલાં ઊંચા થઈ ગયેલાં હતાં. તેની વચ્ચે છંછેડાઈને ઘૂસી ગયેલી સિંહણને શોધવાની કામગીરી અત્યંત જોખમી હતી. તેમ છતાં ચાર-પાંચ લોકોની ટીમો બનાવી સિંહણને શોધી કાઢવામાં આવી.
સિંહને બેભાન કેવી રીતે કરવામાં આવે?
મનુષ્યને ઓપરેશન કરતી બેભાન કરવા માટે વખતે લોહીની નસમાં (IV) ઇન્જેક્શન આપી એનેસ્થેશીયા આપવામાં આવે છે. દરદીની ઉંમર, તંદુરસ્તી, વજન અને ઓપરેશન કરવાનાં અંદાજિત સમય પ્રમાણે દવાનો ડોઝ આપવામાં આવે છે. ઓપરેશન થિયેટરમાં હવામાન, ઉષ્ણતામાન, વિગેરે નિયંત્રિત પરિસ્થિતિ હોય છે. દવાનો ડોઝ પણ થોડો આપી શકાય અને અસર ઓછી થાય ત્યારે ફરીથી આપી શકાય. દવા સીધી લોહીની નસમાં આપવાથી તેની અસર તરત જ થાય છે.
વન્યપ્રાણીઓને બેભાન કરવા માટે એટલે કે ટ્રાંકવીલાઈઝ કરવા માટે પણ દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ મનુષ્ય કરતાં પરિસ્થિતિ ઘણી મુશ્કેલ હોય છે. પ્રાણીની ઉંમર, તંદુરસ્તી, વજન, તેણે લીધેલ ખોરાક, ઋતુ અને સમય પ્રમાણે જુદું જુદું હવામાન તથાં ઉષ્ણતામાન, આ બધી બાબતો નો અંદાજ કરી દવાનો ડોઝ નક્કી કરવામાં આવે. જો ઓછો ડોઝ હોય તો તેની અસર ન થાય અને વધી જાય તો પ્રાણીનું મળત્યું પણ થઈ શકે. સામાન્ય રીતે નાનાં તીર જેવું ઇન્જેક્શન એટલે કે ડાર્ટ ને તેની બંધુક એટલે કે ડાર્ટગન/ટ્રાંકવીલાઈઝીંગ ગન દ્વારા ફાયર કરી સિંહનાં મસલ્સમાં (IM) ઇન્જેક્શન આપવામાં આવે છે. આંખ, મોઢાં, પેટ કે હાડકાં પર ન લાગી જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ડાર્ટ યોગ્ય જગ્યાએ લાગ્યાં પછી તાાયુમાંથી લોહીમાં ભળતાં થોડી વાર લાગે, એટલી મિનિટોમાં સિંહ દોડીને થોડો દૂર જઈ શકે. એટલે નજીક માં ખુલ્લો કૂવો, નદી-નાળા ન હોવાં જોઈએ. સિંહ દોડીને કઈ જગ્યાએ જાય છે તેનું ધ્યાન રાખવા માટે તથાં એકઠાં થયેલાં લોકો પર હુમલો ન થાય તે બધું ધ્યાન રાખવા રેસ્કયુ ટીમનાં સભ્યોએ કાર્યરત રહેવાનું હોય છે. રાત્રિનાં અંધકારમાં પણ ર્ડાટિંગ કરવામાં નથી આવતું. આ બધી નાનામાં નાની પરંતુ ખૂબ જ મહત્વની બાબતો વન્યપ્રાણીને બેભાન કરવા માટેનાં પ્રોટોકોલ્સ/એસઓપી (SOP) માં દર્શાવવામાં આવેલ છે, અને રેસ્કયુ ટીમો દ્વારા તેનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.
આ બધી તકેદારીઓ રાખવા છતાં રેસ્કયુ ઓપરેશન દરમિયાન આકસ્મિક રીતે એક અતિશય કરુણ ઘટનાં બની ગઈ.
અકસ્માતે ડાર્ટ ટ્રેકરને લાગ્યું
તુવેરનાં ઊંચા પાક વચ્ચે બેસી રહેલી સિંહણને મહામહેનતે શોધ્યાં પછી ટીમનાં સભ્યો તેની ફરતાં બેસી ગયાં, અને અમુક સભ્યો પેટે સુઈને ક્રાઉલિંગ કરતાં છુપાઈ ગયાં. વેટેરીનરી ડોક્ટરે ફાયર કરતાં પહેલાં ચેતવણી આપી, સિંહણની પાછળથી નિશાન લઈને ડાર્ટ છોડ્યું, બરાબર એ જ સમયે સિંહણ ઊભી થઈ ગઈ અને ડાર્ટ નિશાન પર લાગવાની બદલે તેની પાછળ છુપાઈને બેઠેલાં ટ્રેકર અશરફભાઈ ચૌહાણની ડાબા હાથની કોણી નાં ઉપરનાં ભાગમાં ઘૂસી ગયું. મને લાગ્યું છે તેવી રાડ સાંભળીને બધાં ત્યાં દોડી ગયાં.
પ્રાણીઓ માટેની આ દવા અકસ્માતે મનુષ્યનાં શરીરમાં જાય તો શું કરવું જોઈએ?
અકસ્માતે મનુષ્યને ડાર્ટ લાગી જાય તે એક ગંભીર મેડિકલ ઇમરજન્સી છે.
ઇન્જેક્શનમાં કેટામીન તથાં મેડીટોમિડાઈન દવાઓનું મિશ્રણ વપરાય છે. કેટામીન શરીરને સ્થિર કરી દે છે, સ્મળતિ ભ્રંશ કરે છે, દુઃખાવો ઘટાડે છે, હૃદયનાં ધબકારા અને બ્લડપ્રેશર વધારે છે, પરંતુ શ્વસન તંત્ર સામાન્ય રાખે છે. મેડીટોમિડાઈન બેભાન કરે છે, તાાયુઓને આરામ આપે છે, દુઃખાવો દૂર કરે છે, હૃદયનાં ધબકારા અને બ્લડપ્રેશર ઘટાડે છે. ભાનમાં લઈ આવવા માટે એટીપામેઝોલ નામની દવા આપવાથી મેડીટોમિડાઈન ની બધી જ અસરો તરત જ ચાલી જાય છે. તેને રીવર્ઝલ મેડિસિન કહેવાય છે.
કેટામીન મનુષ્ય માટે પણ વપરાય છે, પરંતુ મેડીટોમિડાઈન મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. જો અકસ્માતે મનુષ્યનાં શરીરમાં જાય તો તેની અસર નાશ કરવા એટીપામેઝોલ પણ વાપરી શકાતી નથી. ભૂતકાળમાં મેડીટોમિડાઈનને સ્થાને ઝાઈલાઝીન વાપરવામાં આવતી હતી, તે પણ મનુષ્ય માટે તો મેડીટોમિડાઈન ની જેમ જ ઘાતક છે.
અશરફભાઈ ને ડાર્ટ લાગ્યું કે તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર શરૂ કરવામાં આવી. તેમને ૧૫ કિલોમીટર દૂર આવેલ વિસાવદરની હોસ્પિટલમાં લઈ ગયાં, પરંતુ તબિયત લથડતી જતી હતી એટલે ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં. ડોક્ટરોનાં અથાગ પ્રયત્નો છતાં સારવાર કારગત નીવડી નહીં અને વહેલી સવારે તેઓ અવસાન પામ્યાં.
સારવાર કેમ સફળ ન થઈ?
અશરફભાઈ ૩૦ વર્ષનાં તંદુરસ્ત યુવાન ખેડૂત હતાં. ખેતી કરતાં કરતાં વન્યપ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોવાથી ટ્રેકર તરીકે જોડાયાં. તેઓને બીજાં ટ્રેકર્સની જેમ કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યાં હતાં. તેમને તાત્કાલિક સારવાર આપવા છતાં સારું ન થયું, તેનાં મુખ્ય કારણો નીચે દર્શાવ્યાં મુજબનાં છે.
સિંહણનું વજન મનુષ્ય કરતાં લગભગ બે-અઢી ઘણું વધારે હોય તેથી તેને બેભાન કરવાની દવાનો ડોઝ પણ એટલો વધારે હોય, જે મનુષ્ય સહન ન કરી શકે.
મેડીટોમિડાઈન મનુષ્ય માટે અતિશય ઘાતક છે. શરીરમાં જતાં જ શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રને ખોરવી નાખે છે. કાર્ડિયાક એરેસ્ટ થતાં હૃદય બંધ પડી જાય છે.
ઝેરી સર્પદંશની એન્ટીવેનમ શોધાયેલ છે. સર્પદંશ થયાં બાદ તે અંગ પાસે હળવી પટ્ટી બાંધી દેવાથી ઝેર ફેલાવાની ક્રિયા ધીમી પડી જાય છે, પરંતુ મેડીટોમિડાઈન કે ઝાઈલાઝીન મનુષ્યનાં શરીરમાં જાય તો આવી પથમિક ટ્રીટમેન્ટ બિલકુલ અસરકારક નથી.
ટૂંકમાં એમ કહી શકાય કે તેની કોઈ ટ્રીટમેન્ટ કે દવા નથી. દર્દીને આરામ, ઓક્સિજન, વેન્ટિલેટર, વિગેરે દ્વારા માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી શકાય છે.
વેટેરીનરી ડોક્ટર પર કયો કેસ નોંધવામાં આવ્યો?
આંખના પલકારામાં બની ગયેલી દુઃખદ ઘટનાં બની ત્યારે ઘણાં લોકોને હાજરી હતી. વિસાવદર પોલીસ સ્ટેશનમાં અશરફભાઈનાં પિતા શ્રી અલીભાઈએ આપેલ માહિતીને આધારે એક્સિડેન્ટલ ડેથ (આકસ્મિક મળત્યુ) નો ગુનો નોંધવામાં આવ્યો છે. કુટુંબનાં બીજાં સભ્યોએ પણ આ જ મંતવ્ય આપેલ છે.
અશરફભાઈ નાં કુટુંબને શું સહાય મળશે?
અશરફભાઈ તેમની પાછળ સગર્ભા પત્ની, ત્રણ વર્ષની નાની દીકરી અને વળદ્ધ માતા-પિતાને વિલાપ કરતાં મૂકી ગયાં છે. તેઓ કોન્ટ્રેક્ટ બેઈઝ પર વન વિભાગમાં કામગીરી કરતાં હતાં. તેથી તેમને સરકારી નોકરીયાતને મળતાં કોઈ લાભ મળવા પાત્ર નથી. જો કે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી તથાં ડો. રામ રતન નાલા, ભાવસે, વન સંરક્ષક શ્રી, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢ દ્વારા અશરફભાઈનાં પરિવારને વીમાની રકમ તથાં શકય તેટલી બધી જ મદદ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ બેવડી કરુણાંતિકા શું સંદેશ આપે છે?
સિંહ કે દીપડા દ્વારા માનવ મળત્યુ થાય તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ લાખનું વળતર આપવામાં આવે છે. જે રકમ શિવમનાં પરિવારને મળી ગયેલી હશે.
અશરફભાઈ જેવાં ૧૫૦ થી વધારે ટ્રેકર્સ કોન્ટ્રાક્ટ ઉપર દિવસ-રાત આવી જોખમી અને મહત્વની કામગીરી કરે છે. કેટલાંક તો ઘણાં વર્ષોથી છે. તેમનાં કમનસીબે સરકારી નોકરી નાં નિયમો અનુસાર ઉંમર, શારીરિક તથાં એકેડેમિક લાયકાતો ન પૂરી ન થતી હોવાથી તેઓ સરકારી નોકરી થી વંચિત રહે છે.
અનેક વન્યપ્રાણી પ્રેમીઓ તથાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ પણ રાજ્ય સરકારશ્રીને વિનંતી સાથે રજૂઆતો કરી છે, પરંતુ સરકારશ્રી એ હજુ સુધી આ બાબત કોઈપણ હકારાત્મક પગલાં લીધાં નથી.
હું જ્યારે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફમાં આઠ વર્ષ સુધી સભ્ય હતો, ત્યારે પણ મેં લેખિતમાં, બોર્ડની મીટીંગમાં તથાં માનનીય મુખ્યમંત્રીશ્રીને અંગત મુલાકાતમાં રૂબરૂ મળીને વિનંતીઓ કરેલી. તેઓશ્રીએ મને જવાબ આપેલ કે તેઓ ઘણી વખત સાસણ આવે છે અને ટ્રેકર્સની કામગીરી વિશે માહિતગાર છે, પરંતુ સરકારી નોકરીનાં ધોરણો પાસ ન કરી શકે તો નોકરી કેવી રીતે આપવી શકય બને? મેં તેમને જણાવ્યું હતું કે આ એક ખાસ પ્રકારની કામગીરી છે, જેમાં ભણતર કરતાં આવડત અને અનુભવ વધારે મહત્વનાં છે. ટ્રેકર્સ માટે એક સ્પેશિયલ કેડર બનાવવામાં આવે તો આ કાર્ય મુશ્કેલ નથી.
આવી જ સમસ્યા વેટેરીનરી ડોક્ટર્સ ની પણ છે. એશિયાઈ સિંહો ની સંખ્યા બે આંકડામાંથી ચાર આંકડા સુધી પહોંચી ગઈ છે. સાસણ ગીરનું નામ આખી દુનિયામાં ચમકે છે. દર વર્ષે પાંચ લાખ થી વધુ પ્રવાસીઓ આવે છે. વન્યપ્રાણીઓ માટેની વિશ્વની સૌ પ્રથમ એમ્બ્યુલન્સો છે. અદ્યતન સુવિધા ધરાવતી વન્યપ્રાણીઓની હોસ્પિટલો છે. તેમ છતાં અનેક વિનંતીઓ કર્યા બાદ પણ કોઈ કાયમી વેટેરીનરી ડોક્ટરની નિમણૂંક થતી નથી!
દિવસ રાતની કપરી કામગીરી અને ઓછાં વેતન ને લીધે ડોક્ટર્સ વધુ સમય રહેતાં નથી. અનુભવી ડોક્ટર્સ વગર લાખો રૂપિયાની એમ્બ્યુલન્સો કે અદ્યતન હોસ્પિટલોનો જોઈએ તેટલો ફાયદો મળી શકે નહીં.
સરકારશ્રીએ આ બંને બાબતો પર યોગ્ય પગલાં લેવાં જોઈએ, તેવી નમ્ર વિનંતી સાથે અશરફભાઈ અને શિવમનાં પુણ્યશાળી આત્માઓને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ,
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર
મો. નં. ૯૪૨૮૨ ૦૩૧૧૭










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
