તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 22nd January 2026
મધ્ય પૂર્વ અને એશિયાના પ્રમુખ મુસ્લિમ દેશોએ ટ્રમ્પની પહેલને સમર્થન આપ્યું
સાઉદી અરેબિયા, તુર્કી, ઈજિપ્ત, જોર્ડન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, કતાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના વિદેશ મંત્રીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડી ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવાના આમંત્રણને આવકાર્યું

દાવોસ: શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે મધ્ય પૂર્વ અને એશિયાના પ્રમુખ મુસ્લિમ દેશોએ પણ ટ્રમ્પની પહેલને સમર્થન આપ્યું છે. સાઉદી અરેબિયા, તુર્કી, ઈજિપ્ત, જોર્ડન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, કતાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) ના વિદેશ મંત્રીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ (શાંતિ મંડળ) માં જોડાવાના આમંત્રણને આવકાર્યું છે. આ તમામ દેશો ઔપચારિક રીતે આ બોર્ડમાં જોડાવા માટેની પ્રક્રિયા હાથ ધરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગાઝા સંઘર્ષનો અંત લાવવા અને પેલેસ્ટાઈનના મુદ્દે કાયમી શાંતિ સ્થાપવાનો છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
