સનાતન ધર્મ અંગે ઉદયનિધિનું નિવેદન ‘હેટ સ્પીચ', તેમની વાતો નરસંહાર જેવીઃ કોર્ટ
ભાજપના નેતા વિરુદ્ધ ડીએમકેએ કરેલી ફરિયાદ મદ્રાસ હાઈકોર્ટે રદ કરી

ચેન્નઈ,તા.૨૨: મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું કે તમિલનાડુના ડેપ્યુટી મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ ‘હેટ સ્પીચ'ની વ્યાખ્યામાં આવે છે. હાઇકોર્ટે પોતાનું આ અવલોકન સ્ટાલિનના ત્રણ વર્ષ જૂના નિવેદન સંદર્ભે કર્યું હતું. વર્ષ ૨૦૨૩માં ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવો જોઈએ. આ નિવેદનનો ભારે વિરોધ થયો હતો. ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવીયે સ્ટાલિનના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
માલવીયે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ નિવેદન દેશના ૮૦% સનાતન ધર્મ માનનારાઓ વિરુદ્ધ છે? જોકે, સ્ટાલિનની ડીએમકે પાર્ટીના એક નેતાએ ઉલટું માલવીય સામે કેસ કર્યો હતો. આરોપ મૂકાયો હતો કે માલવીયે સ્ટાલિનના નિવેદનને વિકૃત કરીને રજૂ કર્યું હતું. માલવીયે આ એફઆઇઆર સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્રણ વર્ષ બાદ હવે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે એફઆઇઆર રદ કરી દીધી હતી.
ઉદયનિધિએ સનાતન ધર્મને ‘ડેન્ગ્યુ' સાથે સરખાવ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ઉદયનિધિએ કહ્યું હતું કે સનાતન ધર્મ મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મલેરિયા અને કોરોના જેવો છે, જેને માત્ર વિરોધ કરીને ચાલે નહીં, પરંતુ તેને સમાપ્ત કરવો જરૂરી છે. વિવાદ વધતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હિદુ ધર્મના નહીં પરંતુ સનાતન પ્રથાના વિરોધમાં છે. તમિલનાડુમાં વર્ષોથી સનાતન ધર્મ વિરુદ્ધ અવાજ ઉઠતો રહ્યો છે અને અમે ૨૦૦ વર્ષ સુધી તેના વિરોધમાં બોલતા રહીશું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
