<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

GST રજિસ્‍ટ્રેશન બાદ રિટર્ન નહીં ભર્યા તો નોટિસ

વેપારીઓને જીએસટી લાગુ થયા બાદ હજુ પણ રિટર્નની પૂરતી જાણકારીનો અભાવ

મુંબઇ તા.૧૩: જીએસટી સરળીકરણની વાતો તો કરવામાં આવતી હોય છે, પરંતુ હકીકત અલગ જ હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે, કારણ કે વેપારીએ એક વખત જીએસટી નંબર લીધો એટલે જીએસટીની માયાજાળમાં ફસાતો જ જાય છે. કારણ કે જીએસટી નંબર લીધા પછી અલગ અલગ ૧૧ રિટર્ન ફરજિયાત ભરવાના હોય છે. તે પૈકી એકાદ બે રિટર્ન ભરવામાં પણ ચૂક કરવામાં આવે તો વેપારીને નોટિસ ફટકારવામાં આવતી હોય છે. જોકે કેટલાક વેપારીઓને તો આટલા વર્ષો પછી પણ કેટલા રિટર્ન ભરવાના હોય છે. તેની પૂરતી જાણકારી હોતી નથી. આ કારણોસર નોટિસ આવ્‍યા બાદ રિટર્ન ભરવાની જાણકારી મળતી હોય છે. આ માટે કેટલાક કિસ્‍સાઓમાં તો જાણકારીના અભાવે વેપારીએ વ્‍યાજ અને દંડની રકમ પણ નાછૂટકે ભરવી પડતી હોય છે. ‘૧ જુલાઈ ૨૦૧૭માં જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારે વેપારીઓને એવું હતું કે મહિના દરમિયાન એકાદ બે રિટર્ન ભરવા પડશે. ત્‍યારબાદ તબક્કાવાર જીએસટી કાઉન્‍સિલ દ્વારા કરવામાં આવેલા સતત સુધારાના કારણે એક વર્ષમાં અલગ અલગ કેટેગરીના જ ૧૧ રિટર્ન ભરવાના થાય છે. તેમાં પણ દર મહિને જ બેથી ત્રણ રિટર્ન ભરવાના હોય છે. તે રિટર્ન નિયમિત ભરવામાં નહીં આવે તો વેપારીનો જીએસટી નંબર રદ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી હાલ તો વેપારીઓ એવો પણ બળાપો ઠાલવી રહ્યા છે કે વેપારીઓ વેપાર કરે કે પછી રિટર્ન ભરવાની પળોજણ કરે.

 જીએસટીની મુખ્‍ય ૧૧ રિટર્ન આ મુજબ

GSTR -1Ñ રેગ્‍યુલર તેમજ ક્‍વાર્ટરલી કરદાતાઓએ પોતાની વેચાણ (સેલ)ની વિગતો આ રિટર્નમાં આપવી પડે છે.

ઓટો જનરેટેડ ITC સ્‍ટેટમેન્‍ટ (GSTR-૨૩): આ રિટર્ન કરદાતાઓ દ્વારા ફાઈલ કરવી પડતી નથી, પરંતુ સરકાર દ્વારા ઉપલબ્‍ધ કરાવેલી આ સ્‍ટેટમેન્‍ટના આધારે ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) ક્‍લેમ થાય છે.

GSTR-3B: સૌથી મહત્ત્વપૂર્ણ રિટર્ન માનવામાં આવે છે. તેમાં વેચાણ, ITC ક્‍લેમ અને ટેક્‍સ ચુકવણીની વિગતો ભરવી પડે છે.

GSTR-4 અને કમ્‍પોઝિશન સ્‍કીમ હેઠળ આવતા કરદાતાઓ માટેની વાર્ષિક રિટર્ન છે.

GSTR-4 અને GSTR-5A: નોન-રેસિડન્‍ટ ટેક્‍સપેયર્સ અને ઓનલાઈન સર્વિસ પ્રોવાઇડર્સ માટેની રિટર્ન છે.

GSTR-6: ઇનપુટ સર્વિસ ડિસ્‍ટ્રિબ્‍યુટર (ISD) દ્વારા ફાઈલ કરવાની રિટનં.

GSTR-7: જેઓ પર TDS કાપવાની જોગવાઈ લાગુ પડે છે. તે સંસ્‍થાઓએ આ રિટર્ન ભરવી પડે છે.

GSTR-8: ઈ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા TCS કલેક્‍શન માટે ફાઈલ કરવામાં આવે છે.

GSTR-9 અને GSTR-EC: વાર્ષિક રિટર્ન છે. GSTR-9 સામાન્‍ય કરદાતાઓ માટે છે, જ્‍યારે GSTR-EC ઓડિટ રિપોર્ટ સાથે ફાઈલ કરવી પડે છે.

GSTR-10: ઘણા કરદાતાઓ ભુલી જતા આ રિટર્ન ખાસ ધ્‍યાનમાં લેવાની છે. જીએસટી નંબર કેન્‍સલ કરાવ્‍યા બાદ પણ આ રિટર્ન ફરજિયાત છે. ન ભરાય તો રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ લાગી શકે છે.

GSTR-11: UIN ધારકો (અન-રજિસ્‍ટર્ડ વ્‍યક્‍તિઓ/સંસ્‍થાઓ) દ્વારા રિફંડ કક્‍લેમ માટે ભરવામાં આવે છે.

(10:27 AM IST)