News of Friday, 23rd January 2026
કેરળમાં વિકાસનો સૂર્યોદયઃ PM મોદીએ ૪ નવી ટ્રેનોને લીલી ઝંડી આપી
શહેરી માળખાને આધુનિક બનાવવા અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યુ

તિરુવનંતપુરમ,તા.૨૩: દક્ષિણ ભારતના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમ ખાતેથી રાજ્યના રેલવે નેટવર્કને વધુ વેગ આપતા ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેરળની કનેકિટવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રેલવે કનેકિટવિટી મજબૂત થવાથી માત્ર મુસાફરી સરળ બનશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક વેપાર અને પર્યટનને પણ મોટા પાયે પ્રોત્સાહન મળશે. વડાપ્રધાને તિરુવનંતપુરમને ભારતનું આગામી 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા માટેની રણનીતિ સ્પષ્ટ કરી હતી, જેનાથી દક્ષિણ ભારતના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
વિકાસ કાર્યોની સાથે પીએમ મોદીએ સામાજિક કલ્યાણના પાસા પર પણ ભાર મૂકયો હતો.
તેમણે 'પીએમ સ્વનિધિ યોજના' અંતર્ગત લાખો ફેરીયાઓ અને લારી-ગલ્લા ધારકોને બેંક લોન દ્વારા આત્મનિર્ભર બનાવવાની સિદ્ધિ વિશે વાત કરી હતી.
પીએમએ ભાવુક થતા કહ્યું કે, ઈતિહાસમાં પહેલીવાર નાના વેપારીઓને ગેરંટી વગર બેંક લોન મળી રહી છે, જે તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. આ ઉપરાંત, પીએમ આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, કેરળના ૧.૨૫ લાખ ગરીબ પરિવારોને તેમના પાકા ઘરના સપના સાકાર થયા છે, જે સાબિત કરે છે કે સરકારનો ધ્યેય 'સૌનો સાથ, સૌનો વિકાસ' છે.
આરોગ્ય અને વિજ્ઞાન ક્ષેત્રે કેરળની ક્ષમતા વધારવા માટે પીએમ મોદીએ ઘ્લ્ત્ય્ ઇનોવેશન હબ અને મેડિકલ કોલેજમાં અત્યાધુનિક રેડિયો સર્જરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે કહ્યું કે, એનડીએ સરકાર કનેકિટવિટી અને વિજ્ઞાનની સાથે હેલ્થકેર ક્ષેત્રે પણ જંગી રોકાણ કરી રહી છે. આ કેન્દ્રથી કેન્સર અને અન્ય જાટિલ બીમારીઓની સારવારમાં મોટી મદદ મળશે. છેલ્લા ૧૧ વર્ષમાં શહેરી માળખાગત સુવિધાઓમાં જે અભૂતપૂર્વ રોકાણ થયું છે, તેનો મહત્તમ લાભ કેરળના નાગરિકોને મળે તે દિશામાં કેન્દ્ર સરકાર સક્રિય છે
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
