<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પાકિસ્‍તાનમાં આત્‍મઘાતી હુમલોઃ લગ્ન સમારંભમાં વિસ્‍ફોટઃ ૫ના મોત

હુમલો થયો ત્‍યારે મહેમાનો નાચતા હતાઃ વિસ્‍ફોટને કારણે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા

ઇસ્‍લામાબાદ તા.૨૪: પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતમાં એક મોટા આત્‍મઘાતી હુમલોમાં ઓછામાં ઓછા ૫ લોકો માર્યા ગયા છે અને ૧૦ અન્‍ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્‍યું હતું કે શુક્રવારે લગ્ન સમારંભ દરમિયાન શાંતિ સમિતિના સભ્‍યના ઘરે હુમલો થયો હતો. ડેરા ઇસ્‍માઇલ ખાન જિલ્‍લાના પોલીસ અધિક્ષક સજ્‍જાદ અહમદ સાહિબઝાદાએ જણાવ્‍યું હતું કે આ હુમલો શાંતિ સમિતિના વડા નૂર આલમ મહેસુદના ઘરે આત્‍મઘાતી હુમલો હતો. બચાવ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ૫ મૃતદેહો અને ૧૦ ઘાયલોને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે.

એવું જાણવા મળ્‍યું છે કે હુમલો થયો ત્‍યારે મહેમાનો નાચતા હતા. વિસ્‍ફોટને કારણે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આના કારણે પીડિતો સુધી પહોંચવામાં મુશ્‍કેલી પડી અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. બચાવ વિભાગે જણાવ્‍યું કે સાત એમ્‍બ્‍યુલન્‍સ, એક ફાયર એન્‍જિન અને એક ઇમરજન્‍સી વાહન ઘટનાસ્‍થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી.

પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે મૃતકોમાં શાંતિ સમિતિના નેતા વાહિદુલ્‍લાહ મહેસુદનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ વિસ્‍તારને ઘેરી લીધો છે અને શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ખૈબર પખ્‍તુનખ્‍વા (કેપી) ના મુખ્‍યમંત્રી સોહેલ આફ્રિદીએ વિસ્‍ફોટની સખત નિદા કરી છે અને પોલીસ મહાનિરીક્ષક પાસેથી રિપોર્ટ માંગ્‍યો છે. આફ્રિદીએ કહ્યું છે કે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં.

પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતમાં તાજેતરના વર્ષોમાં ઉગ્રવાદી હિસામાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. અફઘાનિસ્‍તાનની સરહદે આવેલો આ પ્રદેશ તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન (ટીટીપી)નો ગઢ રહ્યો છે. ૨૦૨૧માં અફઘાનિસ્‍તાનમાં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા બાદ, ટીટીપીએ અહીં તેના હુમલાઓ તીવ્ર બનાવ્‍યા છે. ૨૦૨૫ માં, આ વિસ્‍તાર પાકિસ્‍તાની સુરક્ષા દળો માટે મુશ્‍કેલ વિસ્‍તાર બની ગયો. TTP અને તેના સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં સેંકડો પાકિસ્‍તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા.

આ મહિનાની શરૂઆતમાં, સશષા હુમલાખોરોએ કેપીના બન્નુ જિલ્‍લામાં શાંતિ સમિતિના ચાર સભ્‍યોની હત્‍યા કરી હતી. અગાઉ, નવેમ્‍બર ૨૦૨૫ માં, બન્નુ જિલ્‍લામાં શાંતિ સમિતિના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્‍યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્‍યું હતું કે મૃતકોમાંથી એક સારા તાલિબાન હતો અને બાકીના તેના સંબંધીઓ હતા. સારા તાલિબાન એ ભૂતપૂર્વ આતંકવાદીઓ છે જેઓ પોલીસ સમક્ષ આત્‍મસમર્પણ કરે છે.

(9:53 AM IST)