ભારત પાસે આશરે ૮૮૦.૧૮ મેટ્રિક ટન સોનાનો ભંડારઃ કિંમત ૯.૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ
૫૧૦થી ૫૭૫ ટન સોનું ભારતની અંદર સુરક્ષિત તિજોરીઓમાં છેઃ મુખ્યત્વે મુંબઈ અને નાગપુર સ્થિત આરબીઆઈની તિજોરીઓમાં આ ખજાનો સુરક્ષિત છેઃ બાકીનું આશરે ૨૯૦ ટન જેટલું સોનું ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ' અને 'બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ' જેવી વિદેશી સંસ્થાઓ પાસે સુરક્ષિત

નવી દિલ્હી,તા.૨૪: વૈશ્વિક તણાવ, યુદ્ધ અને આર્થિક અનિヘતિતાના આ સમયમાં સોનું કોઈપણ દેશ માટે સુરક્ષિત કવચ સમાન છે. આપણો ભારત દેશ પણ આ બાબતે ખૂબ સજાગ છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સોનાનો વિશાળ ભંડાર જાળવી રાખવામાં આવ્યો છે. જોકે, વર્ષ ૨૦૨૫માં ભારતની સોનાની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
દુનિયાભરમાં જ્યારે આર્થિક ઉથલ પાથલ જોવા મળી રહી છે ત્યારે ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાના ભંડાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સોનાની ભાગીદારી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.
ભારત પાસે હાલમાં સત્તાવાર રીતે આશરે ૮૮૦.૧૮ મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. જો તેની બજાર કિમતની વાત કરીએ તો આ સોનાનું મૂલ્ય લગભગ ૧૧૩.૩૨ બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું છે. ભારતીય રૂપિયામાં આ કિમત ૯.૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને ૧૬.૦૨ ટકા થઈ ગયો છે, જે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધુ છે.
વાત કરીએ ભારત પોતાનું સોનું ક્યાં રાખે છે એની તો આ અગાઉ ભારતનું મોટાભાગનું સોનું વિદેશમાં રાખવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ વ્યૂહરચના બદલી છે. ભૂ-રાજકીય જોખમો અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાનું સોનું સ્વદેશ પરત મંગાવવાનું શરૂ કર્યું છે.
હાલમાં ૫૧૦થી ૫૭૫ ટન સોનું ભારતની અંદર સુરક્ષિત તિજોરીઓમાં છે. મુખ્યત્વે મુંબઈ અને નાગપુર સ્થિત આરબીઆઈની તિજોરીઓમાં આ ખજાનો સુરક્ષિત છે. બાકીનું આશરે ૨૯૦ ટન જેટલું સોનું હજુ પણ 'બેંક ઓફ ઈંગ્લેન્ડ' અને 'બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ' જેવી વિદેશી સંસ્થાઓ પાસે સુરક્ષિત પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે છેલ્લાં ત્રણ વર્ષમાં જ આશરે ૨૭૪ ટન સોનું વિદેશથી ભારત પાછું મંગાવી લીધું છે.
અહીંયા તમારી જાણ માટે કે વર્ષ ૨૦૨૫માં આરબીઆઈની સોનાની ખરીદીમાં આヘર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૪માં આરબીઆઈએ ૭૨.૬ ટન સોનાની ખરીદી કરી હતી. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં માત્ર ૪.૦૨ ટન સોનું જ ખરીદવામાં આવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે આ આંકડો છેલ્લા ૮ વર્ષમાં સૌથી ઓછી સોનાની ખરીદીને દર્શાવે છે. આ ઘટાડા પાછળ સોનાના વધતા ભાવ અથવા વૈશ્વિક બજારની બદલાતી સ્થિતિ કારણભૂત હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
