<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પત્‍નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્‍યો, લાશ પાસે બેસીને આખી રાત પોર્ન ફિલ્‍મો જોઈ!

ગુંટુર,તા.૨૪: આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચિલુવુરુ ગામમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્‍યા કરી છે. સવારે તેણીએ તેના પડોશીઓ સમક્ષ દાવો કર્યો કે તેના પતિનું મૃત્‍યુ હૃદયરોગના હુમલાથી થયું છે. જો કે, પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં હત્‍યાનો ખુલાસો થયો હતો.

એવો આરોપ છે કે ૧૮ જાન્‍યુઆરીની રાત્રે લક્ષ્મી માધુરીએ બિરયાની બનાવીને તેમાં લગભગ ૨૦ જેટલી ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.  બિરયાની ખાધા પછી શિવનાર્ગુ ગાઢ નિદ્રામાં સરી પડ્‍યો હતો. રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્‍યે તેનો પ્રેમી ગોપી ઘરે આવ્‍યો હતો. ગોપી શિવનાર્ગુની છાતી પર બેસી ગયો અને તેનું ગળું દબાવી દીધું, જ્‍યારે લક્ષ્મી માધુરીએ તેના મોં અને નાક પર ઓશીકું મૂકતા શિવનાર્ગુનું ગૂંગળામણથી મૃત્‍યુ થયું હતું. ઘટનાને અંજામ આપ્‍યા બાદ બંને આખી રાત પોર્ન ફિલ્‍મ જોતા રહ્યા. પરિવારની ફરિયાદની આધારે પોલીસે પત્‍ની અને તેના પ્રેમી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:24 AM IST)