હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાના દર્શને પરિમલભાઈ નથવાણી
મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ પરિમલભાઈનું ફૂલહાર પહેરાવી ભાવભર્યુ સ્વાગત કર્યુઃ સન્માનના પ્રતીક રૂપે કિંગ ઓફ સાળંગપુરની સ્મળતિ ચિホ ભેટ આપીને આશીર્વદ પાઠવ્યા

રાજકોટઃ વિશ્વ,પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ સભ્ય પરિમલભાઈ નથવાણી આવ્યા હતા અને વસંત પંચમીના અવસરે તેમણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ શ્રી પરિમલભાઈનું ફૂલહાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સન્માનના પ્રતીક રૂપે તેમને કિંગ ઓફ સાળંગપુરની સ્મળતિ ચિホ (પ્રતિમા) ભેટ આપી આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને ધજા અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે મંદિર પરિસરમાં બિરાજમાન ભવ્ય કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મંદિરમાં હાજર અન્ય દર્શનાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
