હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટ્સએપનો ધમાકેદાર ‘મેમરી’ પ્લાન: હવે ગ્રુપમાં નવા જોડાતા સભ્યો પણ જોઈ શકશે જૂની ચેટ્સ!
‘રિસેન્ટ હિસ્ટ્રી શેરિંગ’ ફીચર લોન્ચ; નવા મેમ્બર્સને ભૂતકાળમાં શું વાત થઈ તે જાણવા હવે કોઈને પૂછવું નહીં પડે

નવી દિલ્હી:વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સ માટે એક શાનદાર સુવિધા લઈને આવ્યું છે. અત્યાર સુધી એવું થતું હતું કે જ્યારે કોઈ નવો સભ્ય ગ્રુપમાં જોડાય, ત્યારે તેને અગાઉની કોઈ પણ વાતચીત દેખાતી નહોતી. પરંતુ હવે વોટ્સએપના નવા ‘રિસેન્ટ હિસ્ટ્રી શેરિંગ’ફીચરની મદદથી નવા સભ્યો પણ જૂના મેસેજ વાંચી શકશે.
જ્યારે કોઈ એડમિન ગ્રુપમાં નવા સભ્યને એડ કરશે, ત્યારે વોટ્સએપ એડમિનને પૂછશે કે શું તે છેલ્લા ૨૪ કલાકની ચેટ હિસ્ટ્રી નવા સભ્ય સાથે શેર કરવા માંગે છે? જો એડમિન આ વિકલ્પને પસંદ કરશે, તો નવો સભ્ય ગ્રુપમાં જોડાતાની સાથે જ અગાઉ થયેલી ચર્ચાઓ જોઈ શકશે. આનાથી નવા સભ્યોને ગ્રુપમાં ચાલી રહેલા વિષયો કે નિયમો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે.
વોટ્સએપ આ ફીચરમાં સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. આ સુવિધાનો ઉપયોગ કરવો કે નહીં તેનો સંપૂર્ણ અધિકાર ગ્રુપ એડમિન પાસે રહેશે. વળી, માત્ર છેલ્લા ૨૪ કલાકની જ હિસ્ટ્રી શેર કરી શકાશે, જેથી જૂની ખાનગી વાતો સુરક્ષિત રહે. એડમિન ઈચ્છે તો આ ફીચરને ગ્રુપ સેટિંગ્સમાં જઈને ગમે ત્યારે ચાલુ કે બંધ કરી શકે છે.
આ ફીચર ખાસ કરીને ઓફિસના ગ્રુપ્સ અથવા ફેમિલી ગ્રુપ્સ માટે વરદાન સાબિત થશે. અગાઉ નવા સભ્યને બધું ફરીથી સમજાવવું પડતું હતું અથવા સ્ક્રીનશોટ મોકલવા પડતા હતા, જેમાંથી હવે મુક્તિ મળશે. વોટ્સએપ તેના એન્ડ્રોઇડ અને આઇફોન (iOS) બંને યુઝર્સ માટે આ ફીચર તબક્કાવાર રીતે રોલઆઉટ કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
