<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પીએમ મોદીએ ૬૧,૦૦૦થી વધુ યુવાઓને આપી ભેટઃ રોજગાર મેળામાં સોંપ્‍યા નિમણૂક પત્ર

આ નિમણૂકો દેશના વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં કરવામાં આવી છે, જે રાષ્ટ્રના વહીવટી માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવશે

નવી દિલ્‍હી,તા.૨૪: વર્ષ ૨૦૨૬ ના પ્રારંભિક દિવસોમાં અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્‍ચે દેશના યુવાધન માટે ખુશીઓના નવા દ્વાર ખૂલ્‍યા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧૮માં રોજગાર મેળા હેઠળ વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા દેશભરના ૬૧,૦૦૦ થી વધુ યુવાનોને સરકારી સેવાઓ માટેના નિમણૂક પત્રો એનાયત કર્યા છે. વસંત પંચમીના પવિત્ર અવસર બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે, આ માત્ર નોકરીના પત્રો નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટેના 'આમંત્રણ પત્ર' છે. આ નિમણૂકો દેશના વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં કરવામાં આવી છે, જે રાષ્ટ્રના વહીવટી માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવશે.

ટેકનોલોજીના આધુનિક યુગમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા વિશે વાત કરતા વડાપ્રધાને 'નાગરિકો એ જ ભગવાન છે' નો મંત્ર આપ્‍યો હતો. તેમણે ખાસ નોંધ્‍યું કે ઝડપથી બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કર્મચારીઓએ સતત અપગ્રેડ થવું જરૂરી છે. મને આનંદ છે કે ૧.૫ કરોડ સરકારી કર્મચારીઓ 'શઞ્‍બ્‍વ્‍' પ્‍લેટફોર્મ પર પોતાની કુશળતા વધારી રહ્યા છે. પીએમ મોદીએ સ્‍પષ્ટ કર્યું કે સરકાર 'રિફોર્મ એક્‍સપ્રેસ' ના માર્ગે ચાલી રહી છે, જેનો મુખ્‍ય હેતુ દેશમાં 'ઇઝ ઓફ લિવિગ' (જીવનની સુગમતા) અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' (વ્‍યવસાયની સરળતા) વધારવાનો છે.

આ વખતના રોજગાર મેળાનું સૌથી ઉજળું પાસું નારી શક્‍તિનું વધતું વર્ચસ્‍વ રહ્યું છે, જેમાં ૮,૦૦૦ થી વધુ દીકરીઓને નિમણૂક પત્રો મળ્‍યા છે. છેલ્‍લા ૧૧ વર્ષમાં દેશના કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી લગભગ બમણી થઈ છે, જે સામાજિક પરિવર્તનનો મોટો પુરાવો છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે ભારત હવે ડિજિટલ મીડિયા અને 'ક્રિએટર ઇકોનોમી' નું વૈશ્વિક કેન્‍દ્ર બની રહ્યું છે. વિવિધ દેશો સાથે થયેલા વેપાર અને ગતિશીલતાના કરારોને કારણે ભારતીય યુવાનો માટે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ નવી તકોના દ્વાર ખૂલ્‍યા છે, જે ભારતને આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં મહત્‍વનું કદમ છે.

(3:13 PM IST)