POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
ચાંદીમાં ‘સુનામી’: ઇતિહાસમાં પહેલીવાર ભાવ $100 ને પાર, ભારતમાં એક કિલોનો ભાવ ₹3.24 લાખ થયો!
અમેરિકા અને ચીન વચ્ચેના તણાવે ચાંદીને બનાવી ‘સોનું’; રોકાણકારો માટે સંપત્તિ બનાવવાની સુવર્ણ તક કે જોખમ?

નવી દિલ્હી: વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં શુક્રવારે એક નવો ઈતિહાસ રચાયો છે. ચાંદીના ભાવે પ્રથમ વખત $100 પ્રતિ ઔંસનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ભારતીય બજારના સંદર્ભમાં જોઈએ તો, ચાંદીનો ભાવ આસમાને પહોંચીને પ્રતિ કિલોગ્રામ આશરે ₹3,24,236 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. માત્ર એક જ દિવસમાં ૩.૬૮% નો ઉછાળો જોઈને બજારના નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે.
કેડિયા એડવાઇઝરીના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ કોઈ એક નહીં પણ અનેક વૈશ્વિક કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ અમેરિકી ડોલરનું નબળું પડવું છે. આ ઉપરાંત, અમેરિકા અને યુરોપ વચ્ચે ગ્રીનલેન્ડના મુદ્દે વધેલા ભૂ-રાજકીય તણાવે રોકાણકારોને ડરાવી દીધા છે, જેથી તેઓ સુરક્ષિત રોકાણ તરીકે ચાંદી અને સોના તરફ વળ્યા છે. ચીન દ્વારા નિકાસ પર મુકાયેલા નિયંત્રણોએ પણ બજારમાં ચાંદીની અછત ઊભી કરી છે.
બજારમાં અત્યારે 'શોર્ટ સ્ક્વિઝ'ની સ્થિતિ છે, એટલે કે જે લોકોએ ભાવ ઘટવાની આશાએ સોદા કર્યા હતા તેઓ હવે ફસાયા છે અને ઉંચા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૨૦er૨૬માં વ્યાજદરમાં ઘટાડાના સંકેતોએ ચાંદીમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ આવી જ રહી તો ચાંદી નવા શિખરો સર કરી શકે છે.
જોકે, આટલી મોટી તેજી પછી બજારમાં ગમે ત્યારે 'પ્રોફિટ બુકિંગ' આવી શકે છે, જેના કારણે ભાવમાં ટૂંકા ગાળા માટે મોટો ઘટાડો પણ જોવા મળી શકે. તેથી, નવા રોકાણકારોએ અત્યંત સાવધાનીપૂર્વક અને નિષ્ણાતોની સલાહ લઈને જ આ સ્તરે એન્ટ્રી કરવી જોઈએ. અત્યારે ચાંદી એ માત્ર ધાતુ નથી રહી, પણ વૈશ્વિક અસ્થિરતા સામે રક્ષણ મેળવવાનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
