News of Sunday, 25th January 2026
અમેરિકામાં કુદરતનો પ્રચંડ કહેર: બરફીલા તોફાનનો વ્યાપ ૨,૩૦૦ માઈલ સુધી ફેલાયો
બરફના તોફાનની સાથે સાથે તીવ્ર પવનોને કારણે વીજળીના થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન: લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ: કડકડતી ટાઢમાં વીજળી વિના લોકોની હાલત કફોડી: લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ

વોશિંગ્ટન: અમેરિકા હાલમાં ઇતિહાસના સૌથી ભયાનક બર્ફીલા તોફાનનો સામનો કરી રહ્યું છે. "વિન્ટર સ્ટોર્મ" તરીકે ઓળખાતા આ કુદરતી કહેરે અમેરિકાના એક મોટા ભાગને પોતાની ઝપેટમાં લીધો છે. મળતી માહિતી મુજબ, આ તોફાનનો વ્યાપ આશરે ૨,૩૦૦ માઈલ સુધી ફેલાયેલો છે, જેણે પરિવહન અને જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે.
હજારો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે, જેના કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે.
બરફના તોફાનની સાથે સાથે તીવ્ર પવનોને કારણે વીજળીના થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરોની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થાનો પર જ રહે. રસ્તાઓ પર બરફના થર જામી ગયા હોવાથી હાઈવે પર વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
