News of Sunday, 25th January 2026
૧૬૮ વર્ષ પછી મળ્યા શહીદોના પુરાવા: અમૃતસરમાં કૂવામાંથી મળ્યા ૨૮૨ ભારતીય સૈનિકોના કંકાલ: ડીએનએ ટેસ્ટિંગ બાદ પુષ્ટિ થઈ છે કે આ કંકાલ ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોના છે
આ ઘટના જે અધિકારીના નામે જાણીતી હતી તે અધિકારીના નામ પર અમૃતસરમાં એક રસ્તો પણ છે: જેને લઈને હવે વિવાદ સળવળાટ કરવા લાગ્યો: આ શહીદોને હવે સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાની માંગ ઉઠી

અમૃતસર: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક દર્દનાક પ્રકરણ ૧૬૮ વર્ષ બાદ ફરી જીવંત થયું છે. પંજાબના અમૃતસર નજીક અજનાલાના એક કૂવામાંથી ૨૮૨ જેટલા માનવ કંકાલ મળી આવ્યા છે. વૈજ્ઞાનિક તપાસ અને ડીએનએ ટેસ્ટિંગ બાદ પુષ્ટિ થઈ છે કે આ કંકાલ ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોના છે.
ઇતિહાસના પાનાઓ મુજબ, આ સૈનિકો અંગ્રેજો સામે બળવો પોકાર્યો હતો. ક્રૂર અંગ્રેજ અધિકારીઓએ આ સૈનિકોને પકડી લીધા હતા અને તેમને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઘણા સૈનિકોને જીવતા જ કૂવામાં ફેંકીને દફનાવી દેવામાં આવ્યા હતા. દાયકાઓ સુધી આ શહીદોની કહાની કૂવાના અંધારામાં દબાયેલી રહી હતી. સ્થાનિક લોકોમાં આ કૂવાને લઈને અનેક માન્યતાઓ હતી, પરંતુ ખોદકામ બાદ સત્ય સામે આવ્યું છે.
આ કંકાલોની શોધે અંગ્રેજોની બર્બરતાનો વધુ એક પુરાવો જગત સમક્ષ મૂક્યો છે. આ શહીદો ગંગાના મેદાની વિસ્તારોના હતા અને તેઓ અંગ્રેજ શાસન સામે લડ્યા હતા. આ ઘટના જે અધિકારીના નામે જાણીતી હતી તે અધિકારીના નામ પર અમૃતસરમાં એક રસ્તો પણ છે, જેને લઈને હવે વિવાદ જાગી શકે છે. આ શહીદોને હવે સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાની માંગ ઉઠી છે, જેથી આવનારી પેઢી તેમના બલિદાન વિશે જાણી શકે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
