<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ઈન્ડોનેશિયામાં ભયાનક ભૂસ્ખલનથી ૮૦ લોકો કાટમાળ નીચે દબાયા

દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી

ઈન્ડોનેશિયામાં કુદરતે કેર વર્તાવ્યો છે. ભારે વરસાદ અને ભૌગોલિક ગતિવિધિઓને કારણે ઈન્ડોનેશિયામાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, પહાડનો એક મોટો ભાગ ધસી પડતા અંદાજે ૮૦ જેટલા લોકો કાટમાળ અને મલબા નીચે દટાયા હોવાની આશંકા છે.

 

આ દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

 

જોકે, ખરાબ હવામાન અને દુર્ગમ વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 

 

મલબા નીચે દબાયેલા લોકોને જીવિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમો ભારે જહેમત ઉઠાવી રહી છે, પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ તેમના બચવાની શક્યતાઓ પર જોખમ વધી રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

(1:49 PM IST)