<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

રાજધાની દિલ્હીમાં સરાજાહેર ગોળી મારી ક્રુર હત્યા

મૃતકના પરિવારજનોમાં આઘાત અને રોષની લાગણી જોવા મળી : જ્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. ઉત્તર-પૂર્વ દિલ્હી વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ૩૫ વર્ષીય એક યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

 

દિલ્હીમાં દિવસેને દિવસે વધી રહેલા ક્રાઈમ રેટ અને ખાસ કરીને જાહેરમાં ગોળીબારની ઘટનાઓએ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યા છે. મૃતકના પરિવારજનોમાં આઘાત અને રોષની લાગણી જોવા મળી રહી છે, જ્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.

(1:51 PM IST)