<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

કર્ણાટકમાં ૬૩.૫ લાખ ટન ‘રેર અર્થ’ તત્વોનો ભંડાર મળી આવ્યો: ભારતની ટેકનોલોજી ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ

આ ડિસ્કવરી ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે, કારણ કે અત્યાર સુધી આ ખનિજો માટે ચીન જેવા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું

બેંગલુરુ : ભારતના ખનિજ ક્ષેત્રે એક ઐતિહાસિક શોધ થઈ છે. કર્ણાટકમાં ૬૩.૫ લાખ ટન રેર અર્થ (દુર્લભ ખનિજ) તત્વોનો વિશાળ ભંડાર મળી આવ્યો છે, જે ભારતને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

આધુનિક ટેકનોલોજી, ઈલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન અને સંરક્ષણ સાધનોમાં વપરાતા રેર અર્થ તત્વોની શોધ કર્ણાટકમાં થઈ છે. આ ડિસ્કવરી ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે, કારણ કે અત્યાર સુધી આ ખનિજો માટે ચીન જેવા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. ભૌગોલિક સર્વેક્ષણ અને ખનન વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ જથ્થો મળ્યો હોવાનું કહેવાય છે. આ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળ્યો હતો, અને હવે કર્ણાટકમાં રેર અર્થ તત્વોની શોધથી ભારતની ‘ગ્રીન એનર્જી’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને મોટો વેગ મળશે.

(2:11 PM IST)