<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

તેલંગાણા અને યુએઈ વચ્ચે ‘ભારત ફ્યુચર સિટી’ માટે ભાગીદારી: હૈદરાબાદ બનશે ગ્લોબલ સિટી: ૩૦,૦૦૦ એકરમાં નેટ-ઝીરો કાર્બન સિટીનું નિર્માણ થશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), હેલ્થકેર અને એજ્યુકેશન હબ બનાવવામાં આવશે: તેલંગાણા ૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે

હૈદરાબાદ : તેલંગાણા રાજ્ય સરકાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. જે અંતર્ગત હૈદરાબાદ નજીક ‘ભારત ફ્યુચર સિટી’ વિકસાવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય તેને વિશ્વના ટોચના શહેરોમાં સ્થાન અપાવવાનો છે.

 

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (દાવોસ) ખાતે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી અને યુએઈના મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરી વચ્ચેની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ ૩૦,૦૦૦ એકરમાં નેટ-ઝીરો કાર્બન સિટીનું નિર્માણ થશે. યુએઈ આ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે સહયોગ આપશે.

 

આ ફ્યુચર સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, હેલ્થકેર અને એજ્યુકેશન હબ બનાવવામાં આવશે, જે તેલંગાણાને ૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યમાં મદદરૂપ થશે.

(2:13 PM IST)