News of Sunday, 25th January 2026
ગુજરાતના સાણંદ ખાતે અમેરિકન મેમરી ચિપ કંપની માઈક્રોનનો પ્લાન્ટ ફેબ્રુઆરી ૨૦૨૬ના અંત સુધીમાં સેમિકન્ડક્ટર ચિપનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરી દેશે: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
૨.૭૫ બિલિયન ડોલર ના રોકાણ સાથે સ્થપાયેલો આ પ્લાન્ટ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના મિશનમાં સીમાચિહ્નરૂપ છે.

સાણંદ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવોસમાં જણાવ્યું હતું કે સાણંદ પ્લાન્ટમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં ત્યાંથી પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ મેમરી ચિપ બહાર આવશે.
આ પ્રોજેક્ટથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતની પકડ મજબૂત થશે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
